Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિજયભાઇના ચારીત્ર્યનો પડઘો તેમના મુખ્યમંત્રી પદમાં જોવા મળે છેઃ કૃષ્ણ ગોપાલજી

દર વર્ષે ૮ ઓકટોબરે માસ્ટર પુજીતના જન્મદિવસે ઝૂંપડપટ્ટીના બાળકોને આનંદ કિલ્લોલ પીરસવામાં આવે છેઃ વિજયભાઇ

૨ાજકોટઃ શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ના ઉપક્રમે શ્રી અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે ''જ્ઞાન પ્રબોધિની'' શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત ''દિક્ષા ગ્રહણ સમારોહ'' રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનાં અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ઉદઘાટક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સહ સરકાર્યવાહ શ્રી કૃષ્ણગોપાલજી ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના સાંસદ  શ્રી મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી લાખાભાઈ સાગઠિયા, શિક્ષણ સમિતિના ચેરમેન   શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પ્રવિણભાઈ રૂપાણી ઉપસ્થિત રહયા હતા. ૨૩ બાળકોએ શાસ્ત્રોકત વિધીથી દિક્ષા ગ્રહણ કરી હતી. ટ્રસ્ટની પ્રવૃતિ ડોકયુમેન્ટરી વિડિયો શોની મદદથી સ્ક્રીન ઉપર દેખાડવામાં આવેલ હતી.

  રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ટ્રસ્ટની સ્થાપના થયાને ૨૪ વર્ષ પૂરાં થયા છે. આ સમય દરમ્યાન ટ્રસ્ટની પ્રવૃતિઓનો વ્યાપ વધી આજે વટવૃક્ષ બની ગયો છે. જેમાં શિક્ષણ ને વિશેષ મહત્વ આપેલ છે. જે અનુસંધાને જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત અત્યાર સુધીમાં ૨૯૦ જેટલા વિદ્યાર્થીઓ જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટ અંતર્ગત લાભાર્થી બન્યા છે. જેમાં ૨૮ જેટલા વિદ્યાર્થીઓ ડોકટર્સ થયા છે એ ઉપરાંત કેટલાંય વિદ્યાર્થીઓ એન્જિનિયર્સ થયા છે. સાતથી આઠ વિદ્યાર્થીઓ સી.એ. કે સી.એસ. થવા જઈ રહ્યા છે. કેટલાય વિદ્યાર્થીઓ ઉચ્ચ ડીગ્રી મેળવી આજે ભારતની નામાંકિત કંપનીમાં નોકરી મેળવવામાં સફળ થયા છે.

 આ બધા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા હતા. કોર્પોરેશનની પ્રાથમિક શાળા કે છેવાડાના વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો છે. પરંતુ આજે આ બાળકો શિક્ષણ થકી ખુબ આગળ નીકળી ગયા છે અને એ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ આ ટ્રસ્ટમાં વિવિધ પ્રકારની સેવા આપતા થઈ ગયા છે. આ વિદ્યાર્થીઓ પગભર થઈ પોતાના કુટુંબનો આધાર બની ગયા છે એટલું જ નહીં પણ પોતાનાં સમાજમાં માનભેર સ્થાન પ્રાપ્ત કર્યું છે. એક સારા સમાજના નિર્માણ થકી એક સારા રાષ્ટ્ર નિર્માણમાં આ હકીકત સાબિત થશે તેવો આ ટ્રસ્ટનો પ્રયત્ન રહયો છે. શિક્ષણ ઉપરાંત રાજકોટની અલગ અલગ વિસ્તારની ઝુપડપટ્ટીમાં આવેલ આશરે ૭૦ સેન્ટર્સમાં જઈને મોબાઈલ ટોયઝ લાયબ્રેરી (બાળ સ્વપ્ન રથ) થકી આધુનિક રમકડાઓથી બાળકોને રમાડીને આનંદ કિલ્લોલ પીરસવામાં આવે છે. દર વર્ષે ૮ ઓકટોબરે – બાળસંગમના દિવસે માસ્ટર પુજીતના જન્મ દિવસ નિમિતે શહેરનો કચરો વીણતા બાળકો ને ભેગા કરી એક દિવસ પણ તેમને પોતાનું બાળપણ માણવા મળે તે માટે ફનવર્લ્ડ ની રાઈડસ, ભાવતા ભોજનીયા, ગીફ્ટ આપી બાળકોને ખુશખુશાલ કરવામાં આવે છે.ઙ્ગ

  શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય સહ સરકાર્યવાહ શ્રી કૃષ્ણ ગોપાલજી ટ્રસ્ટની પ્રવૃતિ અને પ્રગતિથી પ્રભાવિત થઈ શ્રી વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા અને એક આદર્શ નાગરિકનું સામાજિક ઉતરદાયિત્વ શું છે? તેનુ શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે વિજયભાઈ અને બિરદાવ્યા હતા. વિજયભાઈ નાં ચારિત્રયનુ પડઘો તેના મુખ્યમંત્રી પદમાં જોવા મળે છે. તે ગુજરાતની પ્રજા માટે સદભાગ્ય છે. તેમ કહી ટ્રસ્ટને અને ટ્રસ્ટની પ્રવૃતિઓને બિરદાવવામાં આવેલ.

 કાર્યક્રમની  શરૂઆત માં જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ કમિટીના સદસ્ય  હિંમતભાઈ માલવિયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું જયારે ટ્રસ્ટના  કનુભાઈ હિંડોચા, મેહુલભાઈ રૂપાણી, ગીતાબેન તન્ના, રાજુભાઈ શેઠ, મીરાબેન મહેતા, સી.કે.બારોટ, અમિનેષભાઈ રૂપાણી તથા વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ દ્વારા  મહેમાનોને પુસ્તક તથા શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ.

 શ્રી કૃષ્ણ ગોપાલ જી દ્વારા રીમોટ થી દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. દિક્ષાર્થી બાળકોએ શાસ્ત્રોક વિધિથી દિક્ષાગ્રહણ કરી હતી. જયારે વિડિયો સી.ડી. દ્વારા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટની માહિતિ દેખાડવામાં આવેલ સી.ડી. દ્વારા જ્ઞાનપ્રબોધિની પ્રોજેકટની માહીતી દેખાડવામાં આવેલ હતી.

  આ તકે આ પ્રોજેકટનાં વિદ્યાર્થી અભિષેક મકવાણા એ નીટમાં પ૯૫ માર્કસ મેળવી બી.જે.મેડીકલ માં એડમીશન મેળવતા શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ.

 સહયોગી શાળાઓના આચાર્યો સર્વશ્રી કૃષ્ણકાંતભાઈ ધોળકિયા (ધોળકિયા સ્કૂલ), રશ્મિકાંતભાઈ મોદી (મોદી સ્કૂલ), ભવ્યદિપસિંહ જેઠવા (પાઠક સ્કૂલ), અપૂર્વભાઈ મણીયાર (સરસ્વતી શિશુમંદિર), હર્ષિદાબેન તથા રશ્મિબેન (ચાણકય વિદ્યામંદિર), દર્શિતભાઈ જાની (મુરલીધર સ્કૂલ), નિરેનભાઈ જાની (ઇનોવેટીવ સ્કૂલ), રજનીશભાઇ (એલન કેરીયર ઇન્સ્ટીટયુટ - રાજકોટ) તથા વિલાસગીરીભાઈ ગોસ્વામી (ઈંગ્લીશ શિક્ષક), હર્ષદભાઈ પરમાર (મેગ્સ શિક્ષક) તરીકે સેવા આપનારની શાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. આ તકે આ પ્રોજેકટના સદસ્ય તાજેતરમાં જ વય મર્યાદાથી નિવૃત થતા હિંમતભાઈ માલવિયાનુ પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.

 કાર્યક્રમના અંતમાં કમિટી મેમ્બર   હસુભાઈ ગણાત્રા એ આભાર વિધિ કરેલ જયારે જયેશભાઈ ભટ્ટએ  કાર્યક્રમનું સંચાલન કરેલ. રાષ્ટ્રીય ગીત વંદેમાતરમ થી કાર્યક્રમ સંપન્ન થયો હતો..

  કાર્યક્રમ સફળતા પૂર્વક યશસ્વી રીતે સંપન્ન થઈ શકે તે માટે ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રીમતિ અંજલિબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમિનેષભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ જ્ઞાનપ્રબોધિની કમિટી મેમ્બર્સ  હિંમતભાઈ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, મીરાબેન મહેતા, હસુભાઈ ગણાત્રા, સી.કે.બારોટ, ગીતાબેન તન્ના અને વહીવટી અધિકારી  ભાવેનભાઈ ભટ્ટ, નિરદભાઈ ભટ્ટ અને જીજ્ઞેશભાઈ રત્નોતરની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ   જયોતીન્દ્રભાઈ મહેતા, જૈમનભાઈ ઉપાધ્યાય, મનીષભાઈ રૂપાણી, રમેશભાઈ ભારદ્વાજ, રાજુભાઈ શેઠ, દિવ્યેશભાઈ પટેલ, હરીશભાઈ શાહ, બિપીનભાઈ વસા, ગીતાબેન વસા, જગદીશભાઈ પંડયા, પ્રફુલભાઈ સંઘાણી, હરેશભાઈ ચાંચિયા, ગૌતમભાઈ ચાંચિયા, કિશોરભાઈ ગમારા, દિલીપભાઈ મીરાણી, છગનભાઈ ચૌહાણ, ઉમેશભાઈ કુંડલીયા, કે.બી.ગજેરા, દેવજીભાઇ વાઘેલા, એન.જી.પરમાર, કિરીટભાઈ પરમાર, ડો.નયનભાઈ શાહ, રમેશભાઈ જોટંગીયા, સરોજબેન આચાર્ય, જયપ્રકાશભાઇ આચાર્ય, ઉમેેશભાઈ કુંડલીયા, શૈલેષભાઈ લોટીયા, જયસુખભાઈ ડાભી, કેતનભાઈ મેસવાણી, કનુભાઈ હિંડોચા, મિત્સુબેન વ્યાસ, વિલાસગીરી ગોસ્વામી, હર્ષદભાઈ પરમાર, પ્રેમભાઈ જોષી તથા કર્મચારી   શિતલબા ઝાલા, પ્રિતિબેન મહેતા, શિલ્પાબેન કુમારખાણીયા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, સંગીતાબેન રાઠોડ, વલ્લભભાઈ વરચંદ, રાહુલભાઈ દૂધરેજીયા, નિલેશભાઈ બાવળીયા, મયુરભાઈ અમલાણી, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, દેવજીભાઈ પરમાર, પ્રવિણભાઈ ખોખર, મયુરભાઈ ચાવડા, હરદીપસિંહ ઝાલા, પારસભાઈ બાખડા, પૂજાબેન ભટ્ટી, રાજવીર, ચાર્મીબેન, રાઠોડ નીરાલીબેન, સોલંકી જયપાલભાઈ, સાગરભાઈ પટેલ, હિમાંશુભાઈ મહેતા વિગેરે જહેમત ઉઠાવેલ. 

વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહીવટ અધિકારીશ્રી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.(૦૨૮૧) ૨૭૦૪૫૪૫ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.

(5:05 pm IST)