Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના છાત્રોનો સરસ્વતી સન્માન - નારીરત્ન એવોર્ડ

રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન : વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારાઓએ વિગત મોકલી દેવી

રાજકોટ, તા. ૨૩ : શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમસ્ત રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના (કાઠી) તેજસ્વી વિદ્યાર્થી ભાઈ - બહેનોને પુરસ્કૃત કરવા માટેના સંગીત સાથે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન આ માસમાં સંસ્થાના પ્રમુખ શ્રી ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, ઉપપ્રમુખ શ્રી જતીનભાઈ ભરાડ, મહામંત્રી શ્રી ધીરૂભાઈ મહેતા અને જ્ઞાતિના આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ સમારોહમાં એલ.કે.જી.થી પીએચડી કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાશે. જે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૮-૧૯માં ઉતીર્ણ કરેલ પરીક્ષામાં ૭૦ કે તેથી વધુ ટકાવારી મેળવેલ હોવી જરૂરી છે.

આ ઉપરાંત શિક્ષણ, સર્વિસ, રમત - ગમત, વ્યાવસાયિક વિકાસ, કલા સંસ્કૃતિ, સાહિત્ય, પત્રકારત્વ, રાજકીય, સહકારી પ્રવૃતિ, સેવાકીય, જ્ઞાતિ પ્રવૃતિમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વ્યકિતનું સન્માન કરવામાં આવશે. ઉપરોકત બંને કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ / વ્યકિતઓએ જરૂરી વિગત સાથે તા.૩૦ ઓગષ્ટ સુધીમાં  સંસ્થાના કાર્યાલય શ્રી રાજરાજેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (બ્રહ્મસંગમ કાર્યાલય), સ્પેસ કોમ્પલેક્ષ, બીજો માળ, ૨૧/૨૨ ન્યુ જાગનાથ કોર્નર, મહાકાળી મંદિર રોડ, રોયલ કેસર એપાર્ટમેન્ટ સામે, રાજકોટ (૦૨૮૧-૨૪૬૩૨૪૭) ખાતે મોકલી દેવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(5:03 pm IST)