Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'તારો આશિક બનાવી જા' ગીત શુક્રવારથી યુ-ટ્યુબ ઉપર ધૂમ મચાવશે : રાજકોટના કલાકારો

રાજકોટ, તા. ૨૩ : મ્યુઝીક કમ્પોઝર, સિંગર અને સોંગ રાઈટર ભાવિક જોષી (મો.૯૮૨૪૩ ૧૯૧૦૯) દ્વારા 'તારો આશિક બનાવી જા' નામે ગુજરાતી સોંગ યુ ટ્યુબની આર. ડી. સી. ગુજરાતી ચેનલ પર તા.૨૬ શુક્રવારના રોજ ધૂમ મચાવશે.

૬ વર્ષની ઉંમરથી મ્યુઝીક કોમ્પોઝીશન અને સોંગ રાઈટીંગ કરતાં મુળ રાજકોટના ભાવિક જોષીએ ૧૫થી વધુ ગુજરાતી અને હિન્દી ગીતો તેમજ શોર્ટ ફિલ્મ્સ અને વેબ સીરીઝમાં બેકગ્રાઉન્ડ સ્કોર આપી ચૂકયા છે. 'તારો આશિક બનાવી જા' ગીતમાં શબ્દ, કોમ્પોઝીશન તેમજ સ્વરો એમણે આપેલા છે. ગઝલ ગાયક ભાસ્કર શુકલની પુત્રી વિદીતા શુકલએ પોતાના સુમધુર અવાજમાં સ્વર આપેલ છે. જયારે મ્યુઝીક એરેન્જમેન્ટ નિરજ શાહએ કરેલ છે. તેમાં તાલ પુરાવવા મિતેશ ઓઝા અને ઐયાસ ઝરીયાએ રીધમ અરેન્જમેન્ટ કરેલ છે. રાજકોટ ખાતે આવેલા હાર્મની ડીજીટલ સ્ટુડિયોમાં ગીતનું ડબીંગ મીકસીંગ તેમજ માસ્ટરીંગ નીરજ શાહે કરેલ છે. કુંતલ દવે (મો.૯૪૨૯૮ ૨૦૪૮૬)એ ઓડીયો- વિડીયોનું નિર્માણ કરેલ છે.

'તારો આશિક બનાવી જા' ગીત ભાવિક જોષી અને અવની પરમાર પર ફિલ્માંકન કરવામાં આવ્યુ છે. ગીતનું નિર્દેશન રાજ્ઞેશ ઈન્દ્રોડીયાએ કરેલ છે ત્યારે સીનેમેટ્રોગ્રાફી રાજ્ઞેશ ઈન્દ્રોડીયા અને જતીન ઉચાટ કરેલ છે. એરીયલ સીનેમેટોગ્રાફર તરીકે દિપક અડવાણીએ ફરજ બજાવેલ છે. એડીટીંગ અને પોસ્ટર ડીઝાઈન રાજ્ઞેશ ઈન્દ્રોડીયાએ કરેલ છે.

(4:00 pm IST)