Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વોર્ડનં.૧૦ના જાગૃત કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાનું સન્માન

રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૦ની સત્યસાંઈ રોડ પર આવેલ શિવઆરા- ધના સોસાયટી દ્વારા સફાઈ, ટીપરવેન, પાણી, રોડ- રસ્તા તથા વૃક્ષારોપણ જેવા કામોમાં હંમેશા સક્રિય રહેતા અને સોસાયટીના સ્નેહમિલન- નવરાત્રિ જેવા પ્રસંગો- તહેવારોએ હાજર રહી પ્રોત્સાહન- પ્રેરણા પુરી પાડતા તથા આધારકાર્ડ, માં અમૃતકાર્ડ, વાત્સલ્ય કાર્ડ જેવી સરકારશ્રીની યોજનાઓનો  વધુમાં વધુ લોકોને લાભ મળે તેવા પ્રયત્નો કરતા કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાને વધુ પ્રોત્સાહિત કરવા, કામની કદરના ભાગરૂપે ફુલહાર કરી, શાહ ઓઢાડી, મોઢુ મીઠુ કરાવી સન્માન કરવામાં આવેલ.શિવઆરાધના સોસાયટીના પીઢ અગ્રણીશ્રી ખોડાબાપા અકબરીના અધ્યક્ષ સ્થાને યોજાએલ. આ સન્માન કાર્યક્રમમાં અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી દેવેન્દ્રભાઈ ધામી તથા શહેર કોંગ્રેસના મહામંત્રી શ્રી ડી.બી.ગોહિલ, શ્રી અંકુર માવાણી, શ્રી મયંકભાઈ હાથી તેમજ વૃક્ષપ્રેમી મહિલા મંડળના ઈન્દુબેન ડેડકીયા, જયોત્સનાબેન દેસાઈ, કંચનબેન ભંડેરી, શર્મિલાબેન અકબરી, સંગીતાબેન ઝાલાવાડીયા, ગીતાબેન સાવલીયા, ભાનુબેન કથિરીયા, પ્રભાબેન ડઢાણીયા, મીનાબેન પુજારા, લીલાબેન વાડોદરિયા, સવિતાબેન ભાલોડીયા, કૈલાશબેન સાંગાણી, રમાબેન લીંબાસીયા, સુરેખાબેન ડઢાણીયા, પારૂલબેન બોરડ, મનિષાબેન સાકરીયા, સમજુબેન પાંભર, મુકતાબેન અજુડીયા, નયનાબેન કાવર, મંજુલાબેન બાવરવા, મીનાબેન હાંસલીયા, નીલાબેન ભાલોડીયા, માધવીબેન જોશી, જયોત્સ્નાબેન કરડાણી, ઋચીબેન જોશી વગેરે તથા સોસાયટીના આગેવાનો સર્વશ્રી કાન્તીભાઈ ભંડેરી, હસમુખભાઈ ડેડકીયા, નરેન્દ્રભાઈ અકબરી, દિનેશભાઈ હાંસલીયા, સાગરભાઈ મારડીયા, જેન્તીભાઈ કપુરીયા, કેશુભાઈ વાડોદરીયા, કાનજીભાઈ ઘાટીયા, અલ્પેશભાઈ ઝાલાવાડીયા, ડો.સુનિલભાઈ કથિરિયા, જેરામભાઈ ભાલોડીયા, અજયભાઈ કાલરીયા, નીતિનભાઈ ભાલોડી, ગીરીશભાઈ સીતાપરા, ચત્રભુજભાઈ ચાપાણી, જસ્મીનભાઈ ડેડકીયા, ભાવિનભાઈ કથિરિયા, મનસુખભાઈ સાવલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કોર્પોરેટર શ્રી મનસુખભાઈ કાલરીયા (મો.૯૪૨૬૯ ૯૪૪૫૦)એ હજુ વધુ શકય એટલા કામો માટે દોડતો રહેવાનો લોકોને કોલ આપેલ. કાર્યક્રમનું સંચાલન અંકુર માવાણીએ કરેલ

(3:59 pm IST)