Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

હિરાણી કોલેજમાં 'યોગ' વિષયક વ્યાખ્યાન

 સ્વ. થી પરિવાર, પરિવારથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર સુધીની વિકાસયાત્રામાં યોગનું પ્રદાન અનન્ય રહ્યું છે. યોગ એ માત્ર શારીરિક તંદુરસ્તી સુધી મર્યાદિત બાબત નથી પણ ખરાઅર્થમાં યોગ એ માણસ જાત માટે વિકાસની ધરોહર છે. ભારતીય સંસ્કૃતિની પ્રાચીનકાળથી યોગની મહત્તા વર્ણવવામાં આવેલ છે તેમ પતંજલિ યોગપીઠનાં સ્વામીશ્રી અથર્વદેવજીએ જણાવ્યું હતું. સ્વામીશ્રી અથર્વદેવજી, શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ ઓફ જર્નાલિઝમ એન્ડ પરફોર્મિંગ આર્ટસ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગૌરવવંતા પ્રોજેકટ 'હોપ'નાં સંયુકત ઉપક્રમે યોજાયેલ યોગ વિષયક વ્યાખ્યાન પ્રસંગે બોલી રહ્યા હતા. આ પ્રસંગે કોલેજનાં મેનેજિંગ ટ્રસ્ટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા સેનેટર ડો. વિવેક હિરાની તેમજ યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનાં ડીન તથા કોલેજનાં પ્રિન્સીપાલ ડો. ભારતીબેન રાઠોડ, પતંજલિ યોગપીઠનાં આચાર્ય સતિષજી, યોગપીઠનાં સૌરાષ્ટ્રનાં યુવા પ્રભારી ભાવિકભાઇ ખૂંટ, સોશ્યલ મીડિયાનાં સૌરાષ્ટ્રનાં પ્રભારી કાર્તિકભાઇ તેમજ મહિલા સમિતિનાં યુવા પ્રભારી ડો. હર્ષા ડાંગર ઉપસિથત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે કોલેજનાં પ્રાધ્યાપક ડો. રમેશ ઘોડાસરાએ સ્વાગત ઉદ્દબોધન જયારે આભારદર્શન ડો. જય સેવકે કર્યું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજની 'હોપ' ટીમનાં પ્રમુખ ડો. હર્ષા ડાંગર અને ટીમનાં સભ્યો સર્વશ્રી શ્યામ ગોંડલિયા, ભકિત ગઢવી અને ચિંતન જોષીએ જહેમત ઉઠાવી હતી.

(3:59 pm IST)