Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બેંક ઓફ બરોડાના સ્થાપના દિવસ નિમિતે વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ અને સાંસ્કૃતિક સમારોહ

રાજકોટઃ બેંક ઓફ બરોડા, રાજકોટ ક્ષેત્રીય કાર્યાલયે બેંકના ૧૧રમાં સ્થાપના દિવસ નિમિત્તે અંચલ પ્રમુખ શ્રી સંજીવ ડોભાલ, ઉપ અંચલ પ્રમુખ શ્રી પ્રદીપ સચદેવા, ક્ષેત્રય પ્રમુખ શ્રી સંજય ગુપ્તા, ઉપ ક્ષેત્રીય પ્રમુખ શ્રી જગજીતકુમારના માર્ગદર્શન હેઠળ બેંકની વિવિધ સેવાઓ અંગે જનતા વચ્ચે જાગૃતિ કેળવવા તથા સ્ટાફ સદસ્યોના ઉત્સાહ તેમજ પ્રોત્સાહન માટે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત રેસકોર્સ રીંગ રોડ પર સ્ટાફ સદસ્યો દ્વારા ''મોર્નિંગ વોક''નું આયોજન કરવામાં આવ્યું. ઉપરાંત સામાજીક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે કરણસિંહજી હાઇસ્કૂલમાં વૃક્ષારોપણ, એ.વી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સાંજના સમયે બેંકના સ્ટાફ તથા પરિજનો સહિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ક્ષેત્રીય કાર્યાલયમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે સેન્ટ્રલ સ્કુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

(3:58 pm IST)