Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મહિલા યુવક સરકારી શિક્ષણ વર્ગ

 રાજકોટઃગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ તાલીમ અને પ્રચારની યોજના અન્વયે રાજકોટ જીલ્લા સહકારી સંઘના ઉપક્રમે શ્રીમતી કે.એસ.એન. કણસાગરા મહિલા આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે  મહિલા યુવક સહકારી શિક્ષણ વર્ગ યોજાયેલ. કાર્યક્રમની અધ્યક્ષસ્થાને રાજકોટ જીલ્લા સહકારી સંઘના ડિરેકટર શ્રી વિજયભાઇ કોરાટ, કોલેજના વાઇસ પ્રીન્સીપાલ શ્રીમતી જયોતિબેન પ્રા. મયુરીબેન ત્રિવેદી તથા જિલ્લા સંઘના એકઝી. ઓફીસર શ્રી પરેશભાઇ ફેફર ઉપસ્થિત રહેલ. પ્રવચનકાર તરીકે મહિલા કલ્યાણ અધિકારી રાજકોટ શ્રી અસ્મિતાબેન ગઢીયા તથા મહિલા શકિત કેન્દ્ર રાજકોટના શ્રી જેવીનાબેન પી. માણાવદરીયાએ મહિલા સશકિતકરણ વિશે માહિતી માર્ગદર્શન આપેલ. કાર્યક્રમનું સંચાલન તથા ંઅંતમાં આભારવિધિ જીલ્લા સંઘના મસી.ઇ.આઇ.શ્રી. એમ. એમ. ભાગીયાએ કરેલ. તાલીમ વર્ગમાં ૬૦ જેટલા તાલીમાર્થી બહેનોએ તાલીમ મેળવેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:58 pm IST)