Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

શાસ્ત્રી કન્યા વિદ્યાલયમાં એક બાળ એક ઝાડ કાર્યક્રમ

 રાજકોટ : શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય સદરબજાર રાજકોટમાં એક બાળ એક ઝાડ પ્રકૃતિ અને સંસ્કૃતિ તરફ એક પ્રયાસ કાર્યક્રમ ૨૦૧૯નું આયોજન કરાયુ. જેમાં શાળાની ૫૦૦ વિદ્યાર્થીની બહેનો તેમજ તેમના માતૃશ્રીઓએ એક તુલસીનો છોડ તથા માતૃશ્રીએ બિલીપત્રનો છોડ દતક લઇ તેનુ જતન કરવાનો સંકલ્પ અને શપથ લેવામાં આવ્યા. વિદ્યાર્થી કાળથી જ બાળક પ્રકૃતિ અને સંસ્કૃતિ તરફ વળે અને તેનુ જતન કરે તેવા શુભ આશયથી કાર્યક્રમ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. જેમાં ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, જનાર્દનભાઇ પંડયા, રાજય મુખ્ય કમિશ્નર મનીષકુમાર મહેતા, રાજય સેક્રેટરી મુકેશભાઇ પલાશ, આરએફઓ કપીલભાઇ પંડયા, ટ્રસ્ટી સેરવીથ સ્માઇલ વિજયભાઇ સોરઠીયા, ડાયરેકટર રાજ કુલીંગ સિસ્ટર પ્રા.લી તેમજ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય ભરતસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પરીવારે જહેમત ઉઠાવેલ.

(3:58 pm IST)