Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'લોક સાગરનાં મોતી': લોક સંગીતથી અષાઢી માહોલ સર્જાયો

રાજકોટઃ ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્ય સેતુના સંયુકત ઉપક્રમે, રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે લોકસંગીતનો કાર્યક્રમ 'લોક સાગરના મોતી' યોજાઇ ગયો. પ્રારંભે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સ્થાપક મુકેશ દોશીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સંવેદનસીલ સરકાર દ્વારા ગુજરાતી લોક સંગીતના પ્રચાર-પ્રસાર માટે બહુવિધ કામગીરી થઇ રહી છે અને યુવક સેવા વિભાગના મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ અને અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ સભ્યસચિવ જે. એમ. ભટ્ટ દ્વારા ગુજરાતના લોકસંગીતના વારસાને દીપાવવા માટે થતી પ્રવૃતિની પ્રસંશા કરી હતી. કાર્યક્રમનું દીપપ્રાગટય જાણીતા ઉદ્યોગપતિ પ્રતાપભાઇ પટેલ, રાષ્ટ્રીય શાળાના પ્રમુખ જીતુભાઇ ભટ્ટ, મોઢ વણિક સમાજના અગ્રણી કિરીટભાઇ પટેલ, યુ઼વા બીલ્ડર હરેનભાઇ મહેતાએ કરેલ. અષાઢી-વરસાદી માહોલમાં સુપ્રસિદ્ધ લોક ગાયક નીમેક્ષ પંડયાએ આભમાં ઝીણી ઝબુકે વીજળી, સવા બશેરનું મારૃં દાતરડું, હાજી કાસમ તારી વીજળી, દાદા હો દીકરી, બાઇજીને આંગણ બોલાવો, સોના વાટકડી રે, અમે મૈયારા રે, આવડા મંદિરમાં હું તો એકલી, ચુંદી નૈરે ઓઢું રે, દીકરી મુને ઢોલેરે રમવા મેલ, કસુંબીનો રંગ જેવા ડયુએટ રજુ કરીને શ્રોતાઓને ડોલાવી દીધા હતા નીલેશ પંડયાએ વિવિધ લોકગીતોના અર્થ સમજાવી જુદા જુદા ઢાળના લોકગીતો કેવી રીતે સર્જાય હશે એની સમજ આપી હતી. મીતલ પટેલ, સુનિલ સરપદડીયા, અંબર પંડયા, ડો. હરેશ વ્યાસ, રવી યાદવ, ભાવેશ મીસ્ત્રી, અરવિંદ વ્યાસે ત્રણ કલાક સુધી રમઝટ બોલાવી હતી. કાર્યક્રમમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, રાકેશભાઇ ભાલાળા, વસંતભાઇ લીંબાસીયા, આવૃતિબેન નાણાવટી, કૌશિકભાઇ સીંધવ, રાજેન્દ્રસિંહ જાડેજા, ઉપેનભાઇ મોદી, વરીષ્ઠ પત્રકાર અનિલભાઇ દાસાણી, શાંતિભાઇ રાણીંગા, આદિત્યસિંહ ગોહિલ, કમલેશભાઇ જોષી સહિતના લોકસંગીત પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અનુપમ દોશીએ કરેલ. આભારવિધિ જનાર્દનભાઇ આચાર્યએ કરી હતી. સમગ્ર આયોજનની સફળતા માટે મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, દિનેશભાઇ ગોવાણી, હસુભાઇ શાહ, રમેશ શીશાંગીયા, પરિમલભાઇ જોષી, હાર્દિક દોશી, પ્રવિણ હપાણી,  કાર્યરત રહેલ.

(3:57 pm IST)