Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

જય કનૈયાલાલ કી.... જન્માષ્ટમીનાં મધ્યસ્થ કાર્યાલયનું રંગેચંગે ઉદઘાટન

રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમીતી દ્વારા આ વર્ષે વિશ્વ હિંદુ પરિષદની રાજકોટની જન્માષ્ટમી ધર્મયાત્રા ૩૪ વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે જેનો એક અનેરો ઉત્સાહ છે તે માટે વિશાળ ધર્મયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ઉદદ્યાટન કરવામાં આવ્યું ,જેમાં વિહિપના ના કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત તથા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર ના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ શ્રી હરીભાઇ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી  ભુપતભાઇ ગોવાણી , રાજકોટના કાર્યકારી અધ્યક્ષ હસુભાઇ ચંદારાણા , ગુજરાત બંજરંગ દળના પ્રમુખ હરેશભાઇ ચૌહાણ , મહાનગર મંત્રી શ્રી નિતેશભાઇ કથિરીયા , આર.એસ.એસ. ના નરેન્દ્રભાઇ  દવે, રાજકોટ પૂર્વ જિલ્લા મંત્રી રામભાઇ સાંખલા, રાજકોટ પશ્ચીમ જિલ્લા મંત્રી રાહુલભાઇ જાની, સહમંત્રી શ્રી સુશીલભાઇ પાંભર , બજરંગદળ સુરક્ષા સંયોજક ધનરાજભાઇ  રાઘાણી રાજકોટ પૂર્વ જિલ્લા બજરંગદળ સંયોજક વનરાજભાઇ ચાવડા, રાજકોટ પશ્ચીમ જિલ્લા સંયોજક હર્ષદભાઇ સરવૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.        

વિહિપ રાજકોટ મહાનગર મંત્રી શ્રી  નિતેશભાઇ કથિરીયાએ   ઉધ્દ્યાટન કાર્યક્રમની શરૂઆત ઓમકારના નાદ સાથે કરાવેલ અને આવેલ મહાનુભાવોનો પરિચય કરાવ્યો ત્યારબાદ આવેલ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.

ઉ્દ્યાટન ના મુખ્ય વકતા વિહિપ ના કેન્દ્રીય મંત્રી દેવજીભાઈ રાવત એ આવેલ કૃષ્ણભકતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જન્માષ્ટમીનું પૂર્વ એ અસ્મિતા અને ભાવના નું પર્વ  છે અને મનુષ્યનો જન્મ ના આધારસ્તંભ એવા શ્રી કૃષ્ણનો જન્મ પણ વધાવવો જોઈએ જન્માષ્ટમી દિવસ વર્ષમાં એક વખત શોભાયાત્રા માટે પ્રત્યેક હિન્દુ એ આ કાર્ય માટે સમર્પણ કરવો જોઈએ .

કાર્યક્રમમાં રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર શ્રી હરિભાઈ ડોડીયા , શાંતુભાઇ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા ,હરેશભાઈ ચૌહાણ ,કૃણાલભાઈ વ્યાસ , નિતેશભાઈ કથિરીયા,  વિનુભાઈ ટિલાવત રામભાઈ સાંખલા, રાહુલભાઈ જાની વનરાજભાઈ ચાવડા , હર્ષદભાઈ સરવૈયા ,સુશિલભા પાંભર,  કલ્પેશભાઈ મહેતા ધનરાજભાઇ રાઘાણી,  મહાવીરસિંહ જાડેજા , મનોજભાઈ કદમ, બ્રિજેશભાઈ લોઢીયા , કિશોરભાઈ તન્ના, અમિતભાઈ કોટક,  વિનોદભાઈ દુર્ગાયાણી,  કિશોરભાઈ માંડલીક, ધર્મેશભાઇ લીંબાસીયા, પરેશભાઇ લીંબાસીયા, સંદીપભાઇ આસોદરીયા, વિમલભાઇ લીંબાસીયા, રમેશભાઇ લીંબાસીયા, કિશોરભાઇ કાકડીયા, અશ્વીનભાઇ વ્યાસ, અલ્પેશભાઇ મોરાપીય, હર્ષભાઇ વ્યાસ, મનીષભાઇ મિયાત્ર, સતિષભાઇ જીજરીયા, પંકજભાઇ બકુતરા, ઉદયભાઇ ખાટરીયા, સુભાષભાઇ જડુ, અજયભાઇ આહિર, નરેન્દ્રભાઇ ડોબરીયા,  ચંદ્રસિંહ ડોડીયા, અનિલભાઇ કમાણી,  અંકિતભાઇ વેકરીયા, ઉપરાંત વિરલભાઇ વડગામા, હાર્દિકભાઇ વાઘેલા, રશ્મીનભાઇ પંચાસરા, દિપકભાઇ ગમઢા, હેમલભાઇ ગોહેલ, હિતેષભાઇ રાઠોડ  હિનેશભાઇ મકવાણા, દિનેશભાઇ પારવાણી, હિરેનભાઇ  ચેલાણી, અલ્પેશભાઇ નાંઢા, વિશાલભાઇ નાંઢા , હર્ષભાઇ મુથરેચા, , હિતેષભાઇ ચુડાસમા,  સત્યેન્દ્રસિંહ ચુડાસમા, દિનેશભાઇ ચૌહાણ , પારસભાઇ શેઠ, વગેરે હાજર રહ્યા હતા તથા એડવોકેટ પિયુષભાઇ શાહ, ભુપતભાઇ તલાટીયા, રમેશભાઇ  પરમાર , કિશાન સંઘના અગ્રણીઓ તથા વિવિધ સમાજના અગ્રણી , સંસ્થા મંડળો, વિશ્વ હિન્દુ પરિષદના  તમામ પ્રખંડના  કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  આભારવિધી હસુભાઇ ચંદારાણાએ કરી હતી.

આ વર્ષે પણ પરંપરાના ભાગરૂપે  જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ અને વર્ષ -૨૦૧૯માટે વિ.હિ.પ પ્રેરીત શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિનું કાર્યાલય  ૮-મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ ખાતે રહેવાનુ છે.

સમગ્ર મહોત્સવ, કાર્યક્રમો, સ્પર્ધા તથા લતા સુશોભન, ફલોટ વિગેરે માટેની  તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અનેક સંસ્થા  , મંડળોના હજારો કાર્યકર્તાઓ પૂર્વ તૈયારી માટે તન-મન-ધનથી પોતાનો સહયોગ આપી કાર્યરત થઇ ગયા છે.

આ તકે મટકી ફોડ સ્પર્ધા, ગોપી-કીશન સ્પર્ધા, લતા સુશોભન, ફલોટ સુશોભન વિ. માટે સંસ્થા મંડળો, યુવક મંડળોને જન્માષ્ટમી કાર્યાલય, ૮ મીલપરા, કાંતા સ્ત્રી વિકાસ ગૃહરોડ ખાતે સંપર્ક કરવા મંત્રી નિતેશભાઇ કથીરીયા દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:44 pm IST)