Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

લોકમેળામાં તમામ નાની-મોટી રાઇડોને દરરોજ ચેક કરવા-પ્રમાણપત્ર લેવા કલેકટરનો આદેશ

માર્ગ-મકાન વિભાગના યાંત્રિક વિભાગને સુચના અપાઇઃ અમદાવાદની ઘટના બાદ તંત્ર એલર્ટ

રાજકોટ તા. ર૩ :.. આગામી તા. રર ઓગસ્ટથી યોજાનાર રેસકોર્સ મેળામાં દર વર્ષે લાખો લોકો ઉમટે છે, ઉંચા ચકડોળ, જમ્પીંગ-ઝૂલા-મોતના કુવા સહિતની અનેક પ્રકારની તોતીંગ રાઇડ હોય છે.

તાજેતરમાં અમદાવાદમાં રાઇડ તૂટી પડવાની કરૂણ દુઘર્ટના બની હતી, અને તે સંદર્ભે રાજકોટ કલેકટર તંત્ર પણ એલર્ટ બની ગયું છે.

આગામી મેળામાં તમામ નાની-મોટી રાઇડનું દરરોજ ચેકીંગ કરવા અને પ્રમાણ પત્ર મેળવી લેવા રાઇડ માલીકો અને માર્ગ મકાન યાંત્રીક વિભાગને કલેકટરે આદેશો કર્યા છે.

કલેકટર તંત્રે સુચના આપી છે કે અમદાવાદની ઘટના બાદ ગંભીરતા વધી ગઇ છે, દરરોજ સવારે ચાલુ કરતા પહેલા તમામ રાઇડ ચેક કરવાની રહેશે, પ્રમાણ પત્ર આપવાનું રહેશે અને તે પ્રમાણ પત્ર  મામલતદારની ટીમ સમક્ષ રજૂ કરવાનું રહેશે, અને ત્યારબાદ જ રાઇડો ચાલુ થઇ શકશે, કલેકટર તંત્રે આ માટે સ્પે. ટીમ પણ બનાવી છે.

(3:43 pm IST)