Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ક્ષત્રિય સમાજના બહેનોનું શાનદાર પર્ફોર્મન્સઃ તલવારબાજી, ઘુમરરાસ જેવી કૃતિઓ રજૂ

રાજકોટ : રૂદ્રશકિત ક્ષત્રિય મહિલા સેવાકીય સંસ્થાન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. શ્રી અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ૨૦ જુલાઈના રોજ ક્ષેત્રાણી દ્વારા ક્ષાત્રધર્મની જાળવણીના મુખ્ય ઉદ્દેશથી ઝળહળતી સફળતા સાથે કાર્યક્રમ સંપન્ન થયો. અ.સૌ. પ્રમુખ શ્રીમતી માયાબા જાડેજાની આગેવાની હેઠળ કાર્યક્રમમાં અલગ અલગ શહેરના ૧૧૦ દિકરીઓએ ભાગ લીધો હતો. જેમાં તલવારબાજી, ઘુમર રાસ, કચ્છી ગરબો, નાટક, નૃત્યકલા, કથ્થક, સોલો પર્ફોર્મન્સ જેવી અનેક કૃતિઓ રજૂ કરી હતી. સેંકડોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ - બહેનો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ૩૩ જીલ્લાના નેક નામદાર રાણીસાહેબ ઓફ રાજકોટ અ.સૌ. કાદમ્બરીદેવી, સ્ટાર ક્રિકેટરના પત્નિ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા (ગુજરાત કરણી સેના), જાણીતા ગાયનેકોલોજીસ્ટર ડો.કુંતલબા જાડેજા, કિર્તીબા વાઘેલા, જયશ્રીબા જાડેજા, સરોજબા જાડેજા, સુશીલાબા જાડેજા, ગીતાબા વાઘેલા, ભકિતબા જાડેજા, ભાર્ગવીબા ગોહિલ, રીટાબા જાડેજા, કીર્તીબા રાણા તેમજ શ્રી પી.ટી. જાડેજા, શ્રી પ્રવિણસિંહ ઝાલા (રતનપર), શ્રી અજીતસિંહ (ભુણાવા), શ્રી એસ.એલ. જાડેજા (સ્ટડી સર્કલ), શ્રી આર.ડી. જાડેજા (ચાંદલી), શ્રી કૌશિકસિંહ જાડેજા (માખાવડ), શ્રી બહાદુરસિંહ ઝાલા (મોટા રામપર), શ્રી ભરતસિંહ (વાગુદડ) તથા શાહબુદ્દીન રાઠોડ (હાસ્ય કલાકાર),  શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા (લુણીવાવ), શ્રી ધર્મેન્દ્રસિંહ (પીન્ટુભાઈ - ખાટકી), શ્રી દૈવતસિંહ જાડેજા (ચાંદલી), શ્રી ધર્મરાજસિંહ વાઘેલા (છળાસર), શ્રી  ઓમદેવસિંહ ઝાલા (રતનપર), શ્રી પૃથ્વીસિંહ રાણા (ભેસજાળ), શ્રી પૃથ્વીસિંહ ઝાલા (રતનપર), શ્રી હરદેવસિંહ (નાના મૌવા), શ્રી રામદેવસિંહ (નાના મૌવા), શ્રી કૃષ્ણસિંહ જાડેજા (મોડપર), શ્રી ડી.ડી. જાડેજા (ચાંદલી), શ્રી જયેન્દ્રસિંહ ઝાલા (રતનપર), શ્રી મયુરસિંહ ઝાલા (કોંઢ), શ્રી હિતેન્દ્રસિંહ ઝાલા (ઈંગરોળી), શ્રી જગદેવસિંહ જાડેજા (ડેરી) ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્થાના કમીટી સભ્યો સુલેખાબા જાડેજા, રીટાબા ઝાલા, કૈલાશબા જાડેજા, રાજનબા જાડેજા, ભાવનાબા વાઘેલા, ચંદ્રાબા પરમાર, હંસાબા ઝાલા, નયનાબા જાડેજા, ગીતાબા ચુડાસમા, ભાવનાબા ઝાલા (રતનપર), ભાવનાબા જાડેજા (લુણીવાવ), હીનાબા જાડેજા, હિનાબા ગોહીલ, રામેશ્વરીબા જાડેજા, કિશોરીબા ઝાલા (રોજાસર) આ સાથે ડો.રેખાબા, કિન્નરીબા જાડેજા તથા હેતલબા જેઠવા એન્કરીંગ કરેલ.

રાજપુતી પોષાકની થીમ સાથે કાર્યક્રમનો ઝળહળતો દેખાવ આપી અ.સૌ.લક્ષ્મીબા જેઠવા તથા નીલમબા ઝાલા જજ તરીકે સેવા આપી હતી. દરેક સ્પર્ર્ધકોને ઈનામોથી નવાજવામાં આવેલ તેમ સંસ્થાના પ્રમુખ માયાબા જાડેજા (મો.૯૭૨૨૨ ૦૩૦૩૩)ની યાદીમાં જણાવાયુ છે.

(3:43 pm IST)