Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

બર્થ-ડે ફાયરીંગ પ્રકરણ-હત્યાની કોશિષના ગુનામાં હાઇકોર્ટ દ્વારા આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૨૩: રાજકોટના ચકચારી બર્થ-ડે પાર્ટી ફાયરીંગ ૩૦૭ના ગુન્હાના પકડાયેલ આરોપીઓની જામીન અરજી હાઇકોર્ટ મંજુર કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે તા.૧-૨-૨૦૧૯ના રોજ યુનિ.રોડ પર ચિત્રકુટ મંદિર પાસે ગુ.હા.બોર્ડના કવાર્ટર પાસે બધા મિત્રો બર્થ-ડે પાર્ટીમાં ભેગા થયા હતા અને હાલના સમયની સીસ્ટમ મુજબ બર્થ-ડે પાર્ટીમાં ભેગા થયા હતા અને હાલના સમયની સીસ્ટમ મુજબ બર્થ-ડે બોયને માર-મારવા લાગેલ તેમાં હસવામાંથી ખસવુ થયેલ અને આશરે ૧૫ થી ૨૦ મિત્રો અંદરો-અંદર ઝઘડવા લાગેલ અને તેમા સામ-સામા ફાયરીંગ થયેલ તેમજ છરીઓ હલાવેલ.

આ કામના આરોપી ઉંમગ ગોવિંદભાઇ પટેલ સામા પક્ષના આરોપી ઇશાન ભીખાભાઇ જોષી પર બે ભડાકા કરેલ અને છરી હુલાવેલ તથા બીજા આરોપી રજત ઘનશ્યામભાઇ ગોંડલીયાએ પણ આ બનાવમાં સાથ આપેલ હતો. સામા પક્ષે ઇશાન ભીખાભાઇ જોષીએ પણ ઉંમગ તથા રજત ઉર્ફે મુંગો પર ફાયરીંગ કરેલ હતા તથા છરી હુલાવેલ હતી. આ કામમા હાઇકોર્ટે આરોપી ઉંમગ તથા રજતના રેગ્યુલર જામીન ચાર્જશીટ બાદ મંજુર કરી અને જામીન મુકત કરેલ હતા. આ કામમાં આરોપી ઉમંગ-રજત વતી હાઇકોર્ટમાં લક્ષ્મણસિંહ ઝાલા તથા રાજકોટમાં મોહીત વી.ઠાકર, કશ્યપ, વી.ઠાકર તથા ઘનશ્યામ સી.વાંક, ચિત્રાંક વ્યાસ, રવિ મુલીયા વિગેરે રોકાયેલ હતા.

(3:39 pm IST)