Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

એંસી ફુટ રોડ પરથી બે ચોરાઉ બાઇક સાથે નાવેદ અને રાહુલ પકડાયા

થોરાળા પોલીસે બંનેને દબોચ્યાઃ નાવેદ અગાઉ લૂંટમાં પકડાયો હતોઃ ચાર બાઇક ચોરીનો ભેદ ખૂલ્યો

રાજકોટ તા.૨૩: શહેરના જુદા-જુદા ચાર વિસ્તારોમાંથી બાઇક ચોરી કરનારા બે શખ્સોને બે ચોરાઉ બાઇક સાથે થોરાળા પોલીસે એંસી ફુટ રોડ પરથી પકડી લીધા છે.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી કરણરાજ વાઘેલાએ થોરાળા વિસ્તારમાં દારૂ-જુગારની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ મિલ્કત સંબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગ કરી અનડીટેકટ ગુન્હાઓ શોધવા માટે સૂચના આપતા થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના એએસઆઇ ડીે.કે. ડાંગર, હેડકોન્સ. મુકેશભાઇ, નરસંગભાઇ નિશાંતભાઇ, મહેશભાઇ મંઢ, વિજયભાઇ મેતા, દિપકભાઇ અને કિશોરસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બે શખ્સો ચોરાઉ બાઇક લઇને નિકળ્યા હોવાની વિજયભાઇ મેતા અને નરસંગભાઇ તથા કિશોરસિંહને મળેલી બાતમીના આધારે એંસી ફુટ રોડ પરથી દૂધસાગર રોડ દૂધની ડેરી શાળાનં. ૬૬ની પાછળ રહેતો નાવેદ હનીફભાઇ ઠેેબા(ઉ.વ.૨૧) અને રેૈયાધાર રાણીમાં રૂડીમાં ચોક પાસે રહેતો રાહુલ પેથાભાઇ વરૂ (ઉ.વ.૨૦) ને બે ચોરાઉ સ્પલેન્ડર મોટરસાઇકલ સાથે પકડી લઇ પૂછપરછ કરતા બંનેએ થોરાળા શેરીનં. ૧માંથી જી.જે. ૩ એફકે-૭૨૨૯, રેલ્વે સ્ટેશન પાસે હોટલ પાસેથી જી.જે. ૩ એફ.જે-૧૨૩૮ તથા રોસકોર્ષ માંથી એક બાઇક ચોરી કરી પેટ્રોલ ખુટી જતાં દોશી હોસ્પિટલ પાસે રેઢુ મુકી દીધું હતું. અને સિવિલ હોસ્પિટલ માંથી એક બાઇક ચોરી કરી કોઠારિયા ચોકી પાસે રેઢુ મુકી દીધું હોવાની કબુલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. નાવેદ ઠેબા અગાઉ લૂંંટમાં પણ પકડાઇ ચૂકયો છે.

(4:33 pm IST)