Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણઃ ૩૧મી સુધી ઇન્દિરા સર્કલ ખાતે આયોજન

રાજકોટઃ વન વિભાગની લોક ભાગીદારીમાં રાજકોટના પર્યાવરણ પ્રેમી અને વૃક્ષ બંધુ વિજયભાઇ પાડલીયાએ તેના ટ્રસ્ટ ''ગ્રીન ફિલ્ડ'' તથા દિપકભાઇ વ્યાસે ધ ગ્લોબલ ટ્રસ્ટ દ્વારા તા. ૨૨ થી ૩૧ દરમ્યાન ૧૫૦ ફુટ રોડ, ઇન્દિરા સર્કલ ખાતે વિવિધ વૃક્ષોના રોપા વિતરણ કેન્દ્રનો ડોમ શરૂ કર્યો છે. પ્રથમ દિવસે રાજકોટ શહેર મહિલા મોરચાના પ્રભારી શ્રી અંજલીબેન રૂપાણી તથા રાજકોટ મહાનગર પાલીકાના મેયરશ્રી બીનાબેન આચાર્ય, રાજકોટ વિધાનસભાના ૬૯ ના પ્રભારી નીતિનભાઇ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ દ્વારા દીપ પ્રાગટય કરીને રોપા વિતરણ કેન્દ્રનો મંગલ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ ૧૦ના માધવભાઇ દવે, દેવાંગભાઇ માકડ, જીતુભાઇ કોઠારી, હરીભાઇ પટેલ, પુષ્કરભાઇ પટેલ, પ્રમુખ રજનીભાઇ ગોલ, પરેશભાઇ હુંબલ, કોર્પોરેટર અશ્વીનભાઇ ભોરણીયા, જયોતસ્નાબેન ટીલાળા, જાગૃતિબેન ભાણવડીયા, શિલ્પાબેન જાવીયા, બાબુભાઇ મકવાણા, પ્રવિણભાઇ મારૂ, ડો.એમ.વી. વેકરીયા, મીતલભાઇ ખેતાણી, રઘુભાઇ વાઘેલા, રાજન વાઘેલા, કમલેશભાઇ શર્મા, મહેશભાઇ બાવરવા, રેતુલભાઇ શાહ, કમલેશભાઇ શાંગાણી, સમાજના અગ્રણિયો નંદલાલ માંડવીયા મહેન્દ્રભાઇ ફળદુ, પ્રો.જે.એમ. પનારા, પ્રવિણભાઇ ઘોડાસરા, વિનુભાઇ લાલકીયા, મનસુખભાઇ ફળદુ, જગદીશભાઇ પટેલ(પરસાણીયા) મહેન્દ્રભાઇ ચપલા, નાનજીભાઇ ચારોલા, રાજશ્રીબેન રોજવાડીયા, વર્ષાબેન મોરી, શુરેખાબેન કનેરીયા, મિતાબેન વાછાણી પર્યાવરણ પ્રેમી વિજયભાઇ ડોબરીયા, તથા અંબિકા ટાઉનશીપ યુવા ગ્રુપ તથા વિવિધ વિસ્તારોમાંથી વૃક્ષપ્રેમી નગરજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઇન્દિરા સર્કલ ખાતે તા. ૩૧ સુધી દરરોજ સવારે ૮ થી રાત્રે ૮ સુધી થનાર રોપા વિતરણની ઝુંબેશની વિગતો આપતા ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિજયભાઇ પાડલિયા જણાવે છે કે, ઘરના આંગણા અને શેરીઓની શોભા વધારે એવા વિવિધ વૃક્ષોના રોપાઓનું કેન્દ્ર ખાતે વન વિભાગ નિય કરેલ ટોકન દરે વિતરણ કરવામાં આવશે જેમાં લીમડો, વડલો, કરંજ, સવન, બોરસલી, કરેણ, હરડે, આંબળા, જામફળ, રાવણા, દાડમ, સીતાફળ, બદામ, રેઇન-ટ્રી, ગુલમોર, અરડુસી સહિતના રપ ઉપરાંત વૃક્ષોના રોપાઓ ઉપલબ્ધ છે. આ રોપાઓના ઉછેર અને જાળવણી સંબંધી તમામ માર્ગદર્શન ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટના કાર્યાલય ખાતે મળતું રહેશે. તેમણે વધુમાં ઉમેરેલ કે, રોપા વિતરણ કેન્દ્રના પ્રારંભના પ્રથમ દિવસે શહેરના વૃક્ષપ્રેમી લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડયાં હતા, રોપા મેળવવા માટે લોકોની કતારો લાગી હતી, પ્રથમ દિને જ ૨૯૦૦ ઉપરાંત રોપાઓનું અભૂતપૂર્વ વિતરણ થયું હતંુ. આઠ દિવસમાં ૧૩ હજાર રોપાઓનું વિતરણનો લક્ષ્યાંક છે. અમારી આ સ્તુત્ય ઝુંબેશને સફળ બનાવવા ટ્રસ્ટના વિજયભાઇ પાડલિયા અને રાજુભાઇ ગાંધીના માર્ગદર્શન હેઠળ દિનેશભાઇ પટેલ, રાજુભાઇ જાવિયા, નરેશભાઇ બુંદેલા, કાંતિલાલ કરડાણી, ફર્નાડીસ પાડલિયા, કિરીટ ચાવડા, અમીતભાઇ ગોહીલ, દાનાભાઇ કાનાણી, તાજ મહમદ કાદરી, જયેશ વડીયાતર, મહેશભાઇ પરમાર, કેતનભાઇ વાછાણી, મેહુલ પાડલિયા, રામભાઇ બેરા, શાન્તિલાલ દેસાઇ, કિશોરભાઇ મોતીપરા, ચાર્મીસ પાડલિયા, અશ્વિનભાઇ ઘેટીયા, આશીષ પટેલ,કાનાભાઇ બાંભવા, કાંતિભાઇ પનારા, સંજયભાઇ જાવિયા, રાજુભાઇ કણસાગરા, સુરેશભાઇ કણસાગરા, અનિરૂધ્ધસિંહ જાડેજા, જગદિશભાઇ જીજુવાડીયા, નવધણ ડોડા વગેરે જહેમત ઉઠાવી રહયાં છે. લાભ લેવા વિજયભાઇ પાડલિયાએ અનુરોધ કર્યો છે. (૧.૨૫)

 

(3:56 pm IST)