Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

નેકનામમાં જમીનના ભાગ બાબતે અશોકભાઇ જાદવ પર કાકા સહિતનો હુમલોઃ આંખ ફોડી નાખી

માવજી જાદવ, તેનો પુત્ર સંજય અને પત્ની વિજયા સામે ફરિયાદઃ ચાર દિ' પહેલા કોર્ટની મુદતે આવતા વણકર આધેડ સાથે ઝઘડો

રાજકોટ તા ૨૩ : ટંકારાના નેકનામમાં જમીનના ભાગ બાબતે ચાલતા મનદુઃખના કારણે વણકર આધેડને તેના કાકા,કાકી, અને તેના પુત્ર સહિત પાંચ શખ્સોએ ધારીયા વડે હુમલો કરી  આંખ ફોડી નાખતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ ટંકારાના નેકનામમાં રહેતા અશોકભાઇ મોહનભાઇ જાદવ (ઉ.વ. ૪૨) ગઇ કાલે પોતાના ઘર પાસે હતા ત્યારે જમીનના ભાગ બાબતે ચાલતા મનદુઃખના કારણે તેના કાકા માવજી કરશનભાઇ જાદવ તેના કાકી વિજયા તથા પુત્ર સંજય તથા બે અજાણ્યા શખ્સો આવી બોલાચાલી કરી ઝઘડો કરી ઉશ્કેરાઇને ધારીયાના હાથા વડે અશોકભાઇને સાથળ તથા માથામાં માર મારતા આંખ ફોડી નાખી હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ અશોકભાઇને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા હોસ્પિટલના બીછાને સારવાર લઇ રહેલા અશોકભાઇએ જણાવ્યું હતું કે પોતે ખેતી કરે છે તેને છેલ્લા ઘણા સમયથી જમીનના ભાગ બાબતે કાકા તથા કોટુંબીક ભાઇઓ સાથે માથાકુટ ચાલે છે બે વર્ષ પહેલા પણ મારમારી પગ ભાંગી નાખ્યો હતો ત્યારે ફરિયાદ કરી હતી જેેનો કેસ ચાલતો હોઇ, તેથી ગત તા. ૨૦ ના રોજ રાજકોટ કોર્ટમાં મુદ્તે આવ્યા ત્યારે પણ આ લોકોએ કોર્ટની બહાર બોલાચાલી કરી હતી. આ અંગે હોસ્પિટલ ચોકી ના હેડ કોન્સ.ે થોભણભાઇએ  કાગળો કરી ટંકારા મોકલ્યા હતા. (૩.૪)

(3:55 pm IST)