Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાવડીમાં એસીડ ભરેલી બોટલ માથે પડતા દયાબેન વસોયા દાખલ

રાજકોટ, તા.૨૩: વાવડી ગામમાં ટેનામેન્ટમાં રહેતી પટેલ મહિલાની માથે એસીડ ભરેલી બોટલ પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વાવડી ગામમાં આકાર ડેલ્ટ સામે ટેનામેન્ટમાં રહેતા દયાબેન લવજીભાઇ વસોયા(ઉ.વ.૩૨)ગઇકાલે પોતાના ઘરે હતી. ત્યારે એસીડ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની હોસ્પિટલ પોલીસ ચોકીમાં એન્ટ્રી પડી હતી.

જેની જાણ તાલુકા પોલીસ મથકમાં કરાતા હેડ કોન્સ રમેશભાઇ ચૌહાણે હોસ્પિટલ પહોંચી તપાસ આદરી હતી. દયાબેનના ૧૨ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં બે પુત્રી છે પતિ ડ્રાઇવીંગ કરે છે. પોતે એસીડ ભરેલી બોટલ ઉતારતા હતા. ત્યારે બોટલ મોઢા ઉપર પડી હોવાનું દયાબેને પોલીસને જણાવ્યું હતું.(૨૨.૨)

(3:54 pm IST)