Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

બેટી બચાવો... ચાની ચુસ્કી સાથે જનજાગૃતિ

રાજકોટઃ ભારત સરકારે છોકરા-છોકરીઓની સંખ્યામાં સમાનતા લાવવા બેટી બચાવો અભિયાન શરૂ કર્યુ છે. ૨૦૦૧ની જનગણના મુજબ દર ૧૦૦૦ છોકરાની સરખામણીએ છોકરીઓની સંખ્યા ૯૨૭ હતી. આ ગંભીર સમસ્યા હળવી કરવા કેન્દ્ર સરકારે બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યુ છે. તેની સારી અસર દેખાઇ રહી છે. પુઠામાંથી ચાના કપ બનાવતા ઉત્પાદકે બેટી બચાવોનો સંદેશ કપ પર છાપી સરકારના અભિયાનમાં સૂર પુરાવ્યોં છે. ચાની ચુસકી સાથે સંકલ્પ કરીએ''બેટા-બેટી દોનો એક સમાન, યહ તો હૈ હમારી શાન!'' (તસ્વીરઃ અશોક બગથરિયા)

(4:01 pm IST)