Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દિલ્હીથી આરોગ્ય વિભાગની ર કેન્દ્રીય ટીમે કેન્સર હોસ્પિટલમાંથી જાત માહિતી મેળવી

કેન્સરના દર્દીઓની સંખ્યા, આધુનિક સારવારના સાધનો અને સુવિધાઓનું ઇન્સપેકશન

રાજકોટ તા.૨૩: રાજકોટમાં સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર આવેલી હોસ્પિટલના ઇન્સપેકશન માટે દિલ્હી અને અમદાવાદથી ટીમ આરોગ્ય વિભાગની ટીમ આવી હતી અને દર્દીઓની સંખ્યા, સારવારની પધ્ધતિ, સાધનો તથા અન્ય સુવિધાઓ અંગે જાત માહિતી મેળવવા તથા નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડો. ચર્કવર્તી, અમદાવાદ ખાતેના કેન્દ્રીય આરોગ્ય વિભાગના ડાયરેકટર ડો. ચંદન ડે સહિતની ટીમ આજે સિવિલ હોસ્પિટલના ડીન ડો. યોગેશ ગોસ્વામી તથા સિવિલ સર્જન ડો. મનિષ મહેતા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી.

આ ઉપરાંત સ્થાનિક ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને યુનિવર્સિટી રોડ પર નવી આકાર પામેલી સરકારી કેન્સર હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને દર્દીઓની સંખ્યા, દરરોજ કેટલા નવા દર્દીઓ આવે છે. દર્દીઓ માટે કઇ-કઇ સુવિધાઓ ઉપલબ્ધ છે. તે અંગે જાત માહિતી મેળવી હતી.

કેન્દ્રીય ટીમે હોસ્પિટલને ર વધુ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલના તબીબો તથા વહીવટીપાંખ સાથે વિચારવિર્મશ પણ કર્યો હતો.

ઇન્સપેકશન ટીમ આ અંગે ઉચ્ચ કક્ષાએ રીપોર્ટ કરશે અને હોસ્પિટલમાં નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરશે તેમ મનાય છે. (૧.૩૩)

(3:46 pm IST)