Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રાજકોટ એરપોર્ટ એડવાઈઝરી કમિટીનાં સભ્યપદે મેયર બિનાબેન આચાર્યની નિમણુંક

રાજકોટ, તા.૨૩: અત્રેના એરપોર્ટ એડવાઈઝરીની રચના થયેલ છે.આ કમિટીના અધ્યક્ષ સાંસદ મોહનભાઈ કુંડારીયા છે. આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યો, અધિકારીશ્રીઓ હોય છે. આ કમિટીમાં મેયર બિનાબેન આચાર્યની પણ સભ્ય તરીકે નિયુકત થયેલ છે.

આ કમિટી દ્વારા એરપોર્ટ લગત સ્થાનિક જુદા-જુદા પર્શ્નોની ચર્ચા કરવામાં આવે છે. રાજકોટ એરપોર્ટ એડવાઈઝરી કમિટીની મીટીંગ આગામી તા.૨૮ શનિવારના રોજ એરપોર્ટ ખાતે મળનાર છે. એજ મંત્રીશ્રીની સતાવાર યાદીમાં જણાવાયું છે. (૨૩.૧૧)

(3:45 pm IST)