Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પાટીદાર પ્રેરણા સમારોહ સાથે કલબ યુવી દ્વારા 'બીઝનેશ વિંગ'નો પ્રારંભ

BAPS મંદિર સભાગૃહમાં સંતો-મહંતો અને વેપારીઓની ઉપસ્થિતીમાં નવા પ્રકલ્પનું લોન્ચીંગઃ મૌલેશભાઇ ઉકાણીની દ્વારકા મંદિર સમિતિમાં નિયુકિત થતા અભિવાદન

રાજકોટ તા. ર૩ : સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદાર પરીવારોમાં સંગઠનનો ચામ લાવનાર  કલબ યુવી નવરાત્રી મહોત્સવ, સાંસ્કૃતિક મહોત્સવ, વિમેન્સ વિંગ બાદ રાજકોટના કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર ખાતે પુજય અપૂર્વમુનિ સ્વામીની ઉપસ્થિતીમાં બિઝનેશવિંગનું લોંચીગ થયું છે આ સમારોહમાં પ૦૦૦ થી વધુ વેપારી પરીવાર ઉપસ્થિત રહ્યા હતા.

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮ મો જન્મ જયંતિ મહોત્સવ રાજકોટ ખાતે દિવ્યતાપુર્વક ઉજવાશે. જે અંતર્ગત રાજકોટ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર તથા કલબ યુવીના સંયુકત ઉપક્રમે શનિવારે પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે 'સિક્રેટ ઓફ સકસેસ' વિષય પર રાજકોટના પાટીદાર ઉદ્યોગપતિઓ, વેપારીઓ, પ્રતિષ્ઠીતો, મહિલાઓ, યુવાનો માટે 'પાટીદાર પ્રેરણા સમારોહ'નું આયોજન કરવામાં આવ્યુ઼ હતું.

પાટીદાર પ્રેરણા સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના  ગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાટીદાર સમાજના અગ્રણીઓ અને રાજકોટ મંદિરના કોઠારી પુ. બ્રહ્મતીર્થ સ્વામી, સંત નિર્દેશક પુજય અપૂર્વમુનિ સ્વામી તથા સિદસર મંદિરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ તથા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ તથા ઉદ્યોગપતિઓના ના હસ્તે પ૧ દિપ પ્રાગટયથી થયો હતો.

રાજકોટના સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી સભાગૃહમાં પાટીદાર પરિવારને પ૦૦૦ થી વધુ વેપારી પરિવારને પુજય અપૂર્વમુની સ્વામીએ 'સિક્રેટ ઓફ સકસેસ' વિષય પર પ્રેરક વ્યતકવ્ય આપ્યું હતું.તેમણે જીવનના કોઇપણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ડીટેરર્મિનેશન, ડેડીકેશન, ડીસીપ્લીન, ડેલીગેશનનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે વ્યતવ્યોની સાથે વિષયને અનુરૂપ ટુંકા વિડીયો દ્વારા જણાવ્યું હતું કે જીવનના દરેક તબકકે એટલે કેનિષ્ફળતા વખતે, સફળતા વખતે, પ્રતીકુળતા વખતે, સગવડતા વખતે, માન-અપમાન વખતે અને પ્રશંસા વખતે સકારાત્મક અભિગમ કઇ રીતે રાખી જીવનમાં આગળ વધી પ્રગતિ કરી શકીએ એ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

અપૂર્વમુની સ્વામીએ જણાવેલ કે ડીર્ટેમીનેશન પર્સનાલીટી બનાવો બીજા વિકલ્પના શોધો, ગમે તેવી પ્રસિધ્ધી હશે પણ જો ડીસીપ્લીન ચુકયા તો ગમે ત્યારે ગબડી પડાશે, આંતકવાદી હુમલા કરતા પણ વધારે લોકો દારૂ, ગુટકા અને તમાકુના વ્યસનોને કારણે મૃત્યુ પામ્યા છે, બીજાની લીટી ભુસવા કરતા પોતાની લીટી લાંબી કરવી, પરિસ્થિતિ એની એજ રહેવાની પરંતુ તેમના પ્રત્યેનો અભિગમ તમને સુખી કે દુઃખી કરી શકે, સફળતા માત્ર એકલા દોડવામાંં નથી પણ બધાને સાથે રાખીને દોડવામાં છે.

સ્વામીનારાયણ મંદિર ખાતે બિઝનેશ સ્વામીનારમાં અપૂર્વ મુની દ્વારા રાજકોટની આન બાન અને શાન સમા ઉદ્યોગપતિ મૌલેશભાઇ ઉકાણીની જગવિખ્યાત દ્વારકા મંદિરની મુખ્ય સમીતીના સભ્ય તરીકે થયેલી નિમણુંક તથા કલબ યુવીના એમ.ડી. મહેન્દ્રભાઇ ફળદુને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમારોહનો પ્રારંભ કલબ યુવીના એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક બિઝનેસની હરણફાળ ભરતા પાટીદારો માટે કલબ યુવની બિઝનેશવિંગ કડી રૂપ બનશે. તેમણે  પાટીદાર સમાજને બિઝનેશની રાહ ચિંધનાર ફિલ્ડ માર્શલ ગ્રુપના છગનભાઇ પટેલ, પોપટભાઇ પટેલ, અંજતા ગ્રુપના ઓ.આર.પટેલ, તથા ગેલેકસી ગ્રુપના વાલજીભાઇ પટેલના વ્યવસાયીક ક્ષેત્રના પુરૂષાર્થને યાદ કર્યા હતા. આ સમારોહમાં આભાર દર્શન કરતા મૌલેશભાઇ ઉકાણીએ પાટીદાર સમાજના પારીવારીક પ્રેમ અને વ્યવાસયીક ક્ષેત્રે પરીશ્રમ અને પુરૂષાર્થ થકી જ સફળતાના આકાશને આબંવાની પ્રેરણા પુરી પાડી હતી.

આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ ડો. ડાયાભાઇ પટેલ, ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મંત્રી જયેશભાઇ પટેલ, ટ્રસ્ટીઓ ચિમનભાઇ શાપરીયા, બાબુભાઇ ઘોડાસરા, રમણીકભાઇ ભાલોડીયા, જયંતીભાઇ કાલરીયા, ભુપતભાઇ ભાયાણી, વલ્લભભાઇ વડાલીયા, વલ્લભભાઇ ભલાણી રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટની પાટીદારોની સંસ્થાઓ પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતી મંડળ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિ, ઉમિયા કડવા પટેલ સેવા સમાજ શાપર, ફિલ્ડ માર્શલ કન્યા છાત્રાલય, ઉમિયા યુવા સોશ્યલ ગ્રુપ, ઉમિયા ક્રેડીટ સોસાયટી, ધુલેશીયા કન્યા છાત્રાલય, ઉમિયા પદયાત્રીક પરિવાર, ઉમિયા સેવા પ્રગતિ મંડળ, ઉમીયા કડવા પટેલ સેવા સમાજ, કચ્છ કડવા પટેલ સમાજના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કલબ યુવીના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, વાઇસ ચેરમેન સ્મિતભાઇ કનેરીયા, એમ.ડી.મહેન્દ્રભાઇ ફળદુ, ડાયરેકટરો ભુપતભાઇ પાચાણી, શૈલેષભાઇ માકડીયા, એમ.એમ.પટેલ, જવાહરભાઇ મોરી, મનુભાઇ ટીલવા તથા કાંતીભાઇ ઘેટીયાના માર્ગદર્શન હેઠળ કલબ યુવીની કોર કમીટી તથા ૧૦૮ ની ટીમે જહેમત ઉઠાવી હતી.

રાજકોટમાં કલબ યુવી દ્વારા યોજાયેલા પાટીદાર પ્રેરણા સમારોહમાં ઉદ્યોગપતિઓ મનસુખભાઇ પાણ, રમણભાઇ વરમોર, શિવલાલભાઇ આદ્રોજા, જમનભાઇ ભલાણી, ધીરૂભાઇ ડઢાણીયા, મુળજીભાઇ ભીમાણી, વસંતભાઇ ભાલોડીયા, કીરીટભાઇ આદ્રોજા, શૈલેષભાઇ વૈશ્નાણી, અશ્વિનભાઇ રબારા, રાજનભાઇ વડાલીયા, જગદીશભાઇ કોટડીયા, બીપીનભાઇ હદવાણી, નટુભાઇ ફળદુ, કાંતીભાઇ જાવીયા, જે.ડી.કાલરીયા, ચંદુભાઇ સંતોકી, નાથાભાઇ કાલરીયા, ચિંતનભાઇ સીતાપરા, કાંતીભાઇ માકડીયા, નિલેશભાઇ ધુલેશીયા, સંજયભાઇ કોરડીયા, યોગેશભાઇ ગરાળા, કેતનભાઇ ધુલેશીયા, પુનીતભાઇ ચોવટીયા, ભરતભાઇ ડઢાણીયા, રાજુભાઇ કોરડીયા, તથા રાજકીય મહાનુભાવમાં લલીતભાઇ કગથરા, બાવનજીભાઇ મેતલીયા, પુષ્કરભાઇ પટેલ, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા, મનસુખભાઇ કાલરીયા, મનસુખભાઇ ઘોડાસરા, વિજયભાઇ ભટ્ટાસાણા, અરવિંદભાઇ પાણ, ઘનશ્યામભાઇ મારડીયા, પ્રમોદભાઇ માકડીયા, ગૌતમભાઇ ધમસાણીયા, સહીતના અનેક ઉદ્યોગપતિઓ, વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ કલબ યુવીના મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલ (મો.૯૮રપ૧ ૧૦૧ર૧ ની યાદીમાં જણાવાયું છ.ે(૬.૨૫)

(3:44 pm IST)
  • પતિ જો પત્નીને ઘરેથી કાઢી મુકશે તો પોલીસ મહિલાની મદદ કરશે, ડિવોર્સ ન થાય ત્યાં સુધી પત્ની પતિના ઘરે રહી શકે છે : સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્માએ સંબોધી પત્રકાર પરિષદ, મહિલાઓ સામે થતા અત્યાચારને લઈને સતિષ શર્માએ આપ્યું નિવેદન access_time 8:03 pm IST

  • સપ્તાહની શરૂઆતમાં સેન્સેક્સ 75 અંક વધીને ખુલ્યો: નિફ્ટી 11050ની નજીક:સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાનો વધારો : મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં પણ મામૂલી ખરીદારી : સેન્સેક્સ 72 અંક એટલે કે 0.2 ટકાની તેજીની સાથે 36569ના સ્તર પર કારોબાર: નિફ્ટી 28 અંક એટલે કે 0.25 ટકા વધીને 11038 ના સ્તર પર થતો કારોબાર access_time 11:07 am IST

  • રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના કૈલાશ સોલંકી ઉર્ફે જંડાવણાને દબોચી લીધો :લોકોને નશીલી ચીજો પીવડાવીને કરતો હતો ચોરી :રાજકોટ-અમદાવાદ સહિતની કેટલીય ચોરીનો ભેદ ખુલ્યો access_time 1:43 pm IST