Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શ્રી મીરામ્બિકા મહિલા બી.એડ કોલેજ દ્વારા પ્રવેશોત્સવ

રાજકોટ : વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે સદા અગ્રેસર રહેતી મીરામ્બિકા મહિલા બી.એઙ કોલેજ-રાજકોટ દ્વારા બી.એઙ પ્રથમ સેમેસ્ટર ના વિદ્યાર્થીઓના  વેલકમ કાર્યક્રમમાં બી.એઙ ના દરેક વિદ્યાર્થીઓએે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં દિપપ્રાગટય માટે સંસ્થાના ટ્રસ્ટી હર્ષાબા જાડેજા ઉપસ્થિત રહ્યા. તેમણે વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીચ આપી આવકાર્યા, કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકો અને આચાર્યશ્રીએ જહેમત ઉઠાવી. સેમીનારનો સફળતા પૂર્વક આયોજન માટે કોલેજના ટ્રસ્ટીશ્રી,ચેરમેનશ્રીએ, આચાર્યશ્રી અને તમામ સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા.(૩.૧૩)

 

 

(3:35 pm IST)