Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

યોગી પાર્કમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતમુહુર્ત

 રાજકોટ : વોર્ડ નં.૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાની ગ્રાન્ટમાંથી કાલાવડ રોડ પરના યોગી પાર્કમાં પેવિંગ બ્લોકનું કામ મંજુર થતા સ્થાનિક આગેવાનો જયેન્દ્રસિંહ રાણા, રામજીભાઇ ભુત, મહેશભાઇ જાની તથા એન.કે. જાડેજાના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર કોંગી અગ્રણીઓ મુકેશભાઇ ચાવડા, રાજુભાઇ જુંજા, મયંકભાઇ હાથી, હીનાબેન વાડોદરીયા, ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ સર્વશ્રી જયદીપસિંહ જાડેજા, નવીનભાઇ પટેલ, મહેન્દ્રસિંહ સરવૈયા, પરેશભાઇ વ્યાસ, ઇન્દ્રજીતસિંહ રાઠોડ, રાજુભાઇ તેરૈયા, રાજેન્દ્રસિંહ ગોહિલ, મનુભાઇ વિસરોલીયા, ધીરૂભાઇ બારડ, જયસુખભાઇ રાઠોડ, જનકભાઇ મેધાતર, વિમલભાઇ ગોધાણી, ડો. ત્રાબડીયા, અમીતભાઇ માવાણી, મનીષભાઇ ચાવડા, અમરભાઇ યાજ્ઞિક, નવીનભાઇ કાનાણી, હાર્દિકભાઇ દાવડા, ભરતભાઇ ગોંડલીયા, હેમાંગભાઇ બોસમીયા, ગજેન્દ્રભાઇ જાડેજા, સી.ડી. માઢક, રસીકભાઇ કાલરીયા, રણજીતસિંહ, વોરાભાઇ, પીન્ટુભાઇ, દિપકભાઇ, એ.એચ. ભરાડ, વિજયભાઇ કોરાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. (૮. ૧પ)

(3:34 pm IST)