Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

આનંદો... ઈશ્વરીયા પાર્કમાં બોટીંગ શરૂઃ ગઈકાલે અડધા લાખની આવક

રાજકોટ : શહેરની ભાગોળે આવેલ ઈશ્વરીયા તળાવ પાસે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ઈશ્વરીયા પાર્કમાં બોટીંગની સુવિધા ફરીથી શરૂ થઈ છે. જેના કારણે ઈશ્વરીયા પાર્કની સુવિધામાં વધુ એક મોર પીંછ ઉમેરાયુ છે. બોટીંગ શરૂ થતા ઈશ્વરીયા પાર્કમાં સહેલાણીઓની સંખ્યા વધી છે. ગઈકાલે રવિવારના રજાના દિવસે લોકો ઉમટી પડયા હતા અને તેના કારણે કલેકટર તંત્રને અડધા લાખની આવક થઈ હતી. હવે આગામી દિવસોમાં જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ઈશ્વરીયા પાર્કમાં મુલાકાતીઓ ઉમટી પડશે. નોંધનીય છે કે, ઈશ્વરીયા પાર્ક દર સોમવારે બંધ રહેશે. મંગળથી શનિવાર સુધી બપોરે ૩ થી ૮નો સમય હોય છે તથા રવિવારે બપોરે ૩ થી રાત્રે ૧૦ સુધી ઈશ્વરીયા પાર્ક ખુલ્લુ રહે છે ત્યારે આ રમણીય પર્યટન સ્થળનો આનંદ ઉઠાવવા કલેકટર તંત્રએ અપીલ કરી છે.(૨-૨૧)

(3:33 pm IST)