Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'આજ જાને કી જીદ ન કરો' નાટકને જબ્બર પ્રતિસાદ

પોલીસમેન અને રૂપજીવીનીના પ્રેમની અકલ્પનીય કહાનીઃ પારિવારિક સ્ટોરી : અમૂક કેટેગરીની ટિકિટ ખલ્લાસઃ શુક્રવારે રાત્રે હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં શોઃ ટિકિટનું વેચાણ ધમધોકાર ચાલુ

હેમુ ગઢવી હોલમાં ટ્રેન આવશેઃ સંસ્થાઓએ પણ માણવા જેવું નાટકઃ ટિકિટ અને વધારે વિગતો માટે મો. ૬૩૫૪૯૯૫૦૦૧ નંબર પર સંપર્ક થઇ શકે છે

રાજકોટ, તા.૨૩: શહેરમાં નાટકના સફળ પ્રયોગ સમયાંતરે થાય છે. વ્યવસાયિક ધોરણે પણ અહિં મુંબઇના નાટકો આવે અને ભજવાય છે. શનિવારે તા.૨૭મી જુલાઇએ હેમુ ગઢવી હોલ ખાતે રાજકોટની રંગભૂમિ માટે નાટ્યરસીકો માટે એક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઇ રહ્યો છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની, જેમણે એમાં સ્ક્રિપ્ટ લખીએ જાણીતા-નિવડેલા ગુજરાતી નાટ્ય લેખક સૌમ્ય જોષીનું આલેખિત દિગ્દર્શિત નાટક 'આજ જાને કી જીદ ના કરો' રાજકોટમાં ભજવાશે.

અમદાવાદ સ્થિત સૌમ્ય જોષી છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર ગુજરાતી અને મુંબઇની ગુજરાતી રંગભૂમિને નહિં બલ્કે પોતાની ઓડિયન્સને પણ નવેસરથી ડિફાઇન કરવાનું કામ પ્રભાવશાળી રીતે અને છતાંયે સહજતાપૂર્વક કરી રહ્યા છે.''વેલકમ ઝીંદગી'' અને ''૧૦૨ નોટઆઉટ''''જેવા મૌલિક, સ્તરીય અને અત્યંત સફળ થયેલા નાટકો હોય, કે ૧૦૨ નોટઆઉટ પરથી અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂર અભિનિતએ જ નામે બનેલી ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઇટીંગ હોય, સૌમ્યજા મજબૂત અને આઉટ ઓફ ધ બોકસ થીંકીંગનો પરિચય દરેક તબકકે જોવા મળશે.

શુક્રવારે તા.૨૭મી  જુલાઇએ હેમુ ગઢવી હોલ ખાતે, રાજકોટની રંગભૂમિ માટે, નાટ્યરસિકો માટે એક અનોખો અને અપૂર્વ પ્રયોગ થવા જઇ રહ્યો છે. ૧૦૨ નોટઆઉટ ફિલ્મ જેમના નાટક પરથી બની, જેમણે એમાં સ્ક્રિપ્ટ લખી એ જાણીતા-નિવડેલા ગુજરાતી નાટ્ય લેખક સૌમ્ય જોશીનું આલેખિત-દિગ્દર્શિત નાટક 'આજ જાનેકી જીદ ના કરો' રાજકોટમાં ભજવાશે.

હેમુ ગઢવી હોલ ખાતે, સ્ટેજ પર, લોકલ ટ્રેન ના ડબ્બમ ઉભા કરવાથી માંડી, વાસ્તવિકતા ભરેલા ડાયલોગ, દમદાર એકટિંગ અને દરેક પળે કૈક ચકિત કરી નાખે એવા વળાંકો આપવામાં સૌમ્ય, જીજ્ઞા અને જયેશ મોરેની ત્રિપુટી એ જીવ રેડી દીધો છે!

''મુંબઇમાં કયારેક નાઇટ શો પતાવીને લોકલ ટ્રેનમાં જતી વખતે કદાચ એક બે વાર આવી સેકસ વર્કર્સને જોઇ હશે. પણ  એ સિવાય આ પ્રકારની સ્ત્રીઓની રહેણી-કરણી અને રંગ-ઢંગ વિષે મને કાશી જ ખબર નહોતી!''રૂપજીવીની ની ભૂમિકા અત્યંત પ્રભાશાળી અંદાજમાં રજુ કરનાર અભિનેત્રી જીજ્ઞા વ્યાસ કહે છે. '' તેથી આ નાટકમાં મારે ઓબઝવેશન થી નહિ પરંતુ પ્યોરલી ઇમેજીનેશનથી કામ લેવાનું હતું. અમને છોલકરીઓને કોઇ પુરૂષ અડધી મિનિટ માટે પણ તાકયા કરતો હોય તો અમારાથી સહન નથી થતું હોતું ત્યારે આ પ્રકારની સ્ત્રીઓ કેવી રીતે જીવતી હશે? રોજ ખુદને અંદરને અંદર મારી નાખતી હશે કે ચહેરા પર કુત્રિમ હાસ્ય ફરકવાની આદત નહિ શ્વાસની જેમ એ વણાઇ ગયું હશે?! માણસ તરીકે એ કેવી હોય, શું અનુભવતી હોય એ બધું જાણવામાં મને ખુબ જ રસ પડયો. હોમવર્કના ભાગ રૂપે મન્ટોની વાર્તાઓ વંચાઇ, 'બોર્ન ઇનટુ બ્રોથેલ' નામની ઓસ્કાર વિનર ડોકયુમેન્ટ્રી, પોસ્ટિટયૂટના પાત્ર વાળી દેશ-વિદેશની ફિલ્મો જોવાઇ..'' ને પછી જે બન્યું એ સૌમ્ય જોશીનું વનમોર માસ્ટર પીસ-''આજ જાને કી જીદ ના કરો''

નાટક વિષે શ્રી સૌમ્ય અને અભિનેતા જયેશ મોરેના પ્રતિભાવો માણતા રહીશું

રાજકોટ નાટકો જુએ છે અને ખુબ સારા પ્રમાણમાં નાટકો જુએ છે પરંતુ ખરેખર સારૃં નાટક જોવાની ભૂખ ધરાવતા અને જેને ખરા અર્થમાં થીએટર કહી શકાય એવું આટિસ્ટિકલી બ્યુટીફૂલ દ્ધિ-અંકી નાટક જોવા માંગતા લોકોએ આ તક ચૂકવા જેવી નથી. કારણ કે આવા હટકે નાટક ના શો વારંવાર રાજકોટમાં થવાની શકયતા ખુબ ઓછી છે માટે જો આજે નહિ તો કયારેય નહી!

રાજકોટમાં આ નાટકનો શો લાવી રહ્યો છે વિદેહી એન્ટરટેનમેન્ટના દેવલ વોરા. અને આયોજનમાં ભરપૂર સહયોગ સાંપડ્યો છે ટી-પોસ્ટનો. નાટકની ટિકિટનું વેચાણ પુર જોશમાં ચાલુ છે. કેટલીક કેટેકેટમાં ટીકીટ પૂરી વેંચાઇ ગઇ છે રાજકોટની કલા-ભૂખી અને કલા-પ્રેમી જનતા આ નાટકને દિલથી આવકારવા તત્પક છે એનો આ પૂરાવો છે. હવે માત્ર ૪ દિવસ બાકી હોય, જો ના લીધી હોય તો ટિકિટ તાત્કાલિક લઇ લેવા સલાહ છે. ટિકટ માટેનો સંપર્ક નંબર ૬૩૫૪૯૯૫૦૦૧ છે... આ નાટકની ટિકિટ હેમુ ગઢવી હોલ પર થી સવારના ૧૦થી બપોરના ૨ અને બપોરના ૪ થી ૯ સુધી મળી શકશે.(૨૨.૧૩)

(3:32 pm IST)