Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શુક્રવારે ખગ્રાસ ચંદ્રગ્રહણઃ ચાર કલાક સુધી ચાલશે

સદીનું સૌથી લાંબુ ગ્રહણ : દેશ વિદેશમાં નિહાળી શકાશે : ભારે ઉત્કંઠા : ગુજરાતમાં વાદળીયુ વાતાવારણ વેરી બનવાની શકયતા : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ઠેરઠેર ગ્રહણ નિદર્શનની વ્યવસ્થા : લોકોએ ખગોળીય ઘટનાનો આનંદ લેવા જયંત પંડયાની અપીલ : ગ્રહણ સ્પર્શ મધ્ય રાત્રીના ૨૩ કલાક ૫૪ મીનીટ અને ૩૦ સેકન્ડ : ગ્રહણ મોક્ષ ૨૭ કલાક ને ૪૯ મીનીટ

રાજકોટ તા. ૨૩ : આગામી તા. ૨૭ અને ૨૮ જુલાઇના દેશ વિદેશમાં ખગ્રાહ ચંદ્રગ્રહણનો નજારો જોવા મળશે. ભારે ઉત્કંઠા સર્જાઇ છે.

ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે કે સદીનું સૌથી લાંબુ ચાલનારૂ આ ગ્રહણ ભારત સહીત અમુક અન્ય દેશોમાં પણ જોવા મળશે. જેની સમય અવધી ૩ કલાકને ૫૫ મીનીટની છે.

સંવત ૨૦૭૪ અષોઢ શુકલ પક્ષ પૂનમને શુક્ર શનિ તા. ૨૭-૨૮ મકર રાશી ઉતરાષાઢા અને શ્રવણ નક્ષત્રમાં નથારૂ આ ગ્રહણ ભારત, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલીયા, આફ્રીકા, દક્ષિણ અને ઉત્તર અમેરીકા, પેસીફીક મહાસાગર, એટલાન્ટીક મહાસાગર, હિંદ મહાસાગર, એન્ટાર્કટીકામાં જોવા મળશે. ખાસ કરીને ભારતના ગુજરાતમાં વાદળીયુ વાતાવરણ વેરી બનવાની શકયા છે.

ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ મધ્ય રાત્રીના ૨૩ કલાક ૫૪ મીનીટ ૩૦ સેકન્ડ, ગ્રહણ સંમિલન ૨૫ કલાક ૦ મીનીટ ૧૫ સેકન્ડ, ગ્રહણ મધ્ય રપ કલાક ૫૧ મીનીટ ૪૫ સેકન્ડ, ગ્રહણ ઉન્મીલન ૨૬ કલાક ૪૩ મીનીટ ૧૫ સેકન્ડ, ગ્રહણ મોક્ષ ૨૭ કલાક ૪૯ મીનીટ, ગ્રહણ પર્વકાળ ૩ કલાક અને પપ મીનીટ, પરમ ગ્રાસ ૧.૬૦૮૭ એટલે કે ૧.૬૦૯ છે.

ગુજરાતમાં મધ્યરાત્રીના ૧૧ કલાકઅને ૫૪ મીનીટે ગ્રહણની શરૂઆત જોવા મળશે. કુદરતી અવકાશી ઘટનાને લોકો નિહાળે અને ખગોળીય જ્ઞાન મેળવે તેવા આશયથી વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં અનેક સ્થળોએ ગ્રહણ નિદર્શનના કાર્યક્રમો ગોઠવવામાં આવેલ છે. લોકોએ અચુક નિહાળવા જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ અનુરોધ કરેલ છે.

(3:47 pm IST)