Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ એક બીજ વાવેલુ જે આજે વિશાળકાય વટવૃક્ષ બની ગયુ છે

આઝાદી પછી જો એક નામ મનમા આવે જેમણે રાષ્ટ્રવાદના વિચારને પ્રોત્સાહન આપ્યુ છે. જે રાષ્ટ્ર એકતા માટે  દૃઢ હતા. જેમણે દેશમાં એક મજબુત રાજકીય વિકલ્પનું બીજ વાવ્યુ અને એ બીજ આજે એક વિશાળકાય વટવૃક્ષ બની ગયેલ છે. તેમજ ડો.મુખર્જીની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતી પર એક અમીટ છાપ છોડી છે.

આઝાદી પછી મહત્વપુર્ણ અને અગ્રેસર ભુમીકા ભજવી  ડો. શ્યામાપ્રસાદ મુખર્જી જમ્મુ કાશ્મીરની સમસ્યાને સમજયા હતા અને તેના નીરાકરણની સંપૂર્ણ માંગણી સાથે બળપૂર્વક અવાજ ઉઠાવ્યો હતો. તેમજ બંગાળના ભાગલા વખતે ભારતના હિતો માટે સફળતા પૂર્વક લડાઇ કરેલ.

આઝાદી પછીની જવાહરલાલ નહેરૂજીની સરકારમાં ભારતના પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન બન્યા હતા. તેઓ સરકારમાં જોડાયા તેમ છતા પણ સંપૂર્ણ અવગણના કરવા બદલ તેમણે રાજીનામુ આપ્યુ તેમનુ આ રાજીનામુ એ તેમની વૈચારીક ચેતનાનુ જાગતુ ઉદાહરણ છે.

સાંસ્કૃતીક રાષ્ટ્રવાદ દ્વારા રાષ્ટ્રીય એકીકરણ કરી ભારત માતાને પરમ વૈભવના શીખર સુધી લઇ જવાના વિચાર સાથે તા.૨૧ ઓકટોબર ૧૯૫૧ના રોજ ''જનસંઘ''ની સ્થાપના થઇ.

મુખર્જીનુ઼ આ સપનું એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નીશાન નહી ચાલે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની મજબુત ઇચ્છાશકિત સમર્પણ તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમીતભાઇ શાહની કુશળ વ્યુહરચનાથી ઓગષ્ટ -૨૦૧૯ માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં ડો. શ્યામાપ્રસાદ મુર્ખજીનુ સ્વપ્ન પુરુ કર્યુ.

(4:23 pm IST)