Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટની સ્તુતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સની નૃત્યાંગનાઓની શ્રેષ્ઠતમ પ્રસ્તુતી

ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે-૪૪ કાર્યક્રમમાં : ન્યુ દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો કાર્યક્રમ

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા પાંચ વખતનાં ચેસનાં વિશ્વ વિજેતા શ્રી વિશ્વનાથ આનંદની ઉપસ્થિતિમાં ન્યુ દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટોર્ચ રિલે-૪૪નાં ચેસ ઓલિમ્પિયાડનાં ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન થયું હતું.

કાર્યક્રમમાં 'નૃત્ય'નું આયોજન થયું હતું, જેમાં શ્રી અંકુરભાઈ પઠાણની આગેવાની હેઠળ સમગ્ર ભારતમાંથી ૨૫૦ જેટલા કલાકારોએ ભાગ લીધો હતો.

ભરતનાટ્યમ્ નૃત્યનું પ્રતિનિધિત્વ નૃત્ય સંસ્થા 'સ્તુતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ'નાં જાણીતા ભરતનાટ્યમ્નાં શિક્ષિકા શ્રીમતિ મીરાં નિગમની આગેવાની હેઠળ થયું હતું.

'ઐતિહાસિક ટોર્ચ'ને આંતરરાષ્ટ્રીય ચેર ફેડરેશનનાં પ્રમુખ રશિયાનાં શ્રી ઓર્કેડી દવોકોવીચને શ્રીમતિ મીરાં નિગમની શિષ્યા શ્રદ્ઘા અધ્યરૂએ સુપ્રત કરેલ, જે ગુજરાત માટે ગૌરવપ્રદ છે.

આ કાર્યક્રમમાં 'સ્તુતિ ઇન્સ્ટીટ્યુટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ'નાં નૃત્યકારો મહેક માંકડ, અદિતિ મંકોડી, શ્રીલક્ષ્મી કારાઈ, પાયલ દોશી, ડેઝી સાવલિયા અને ભૈરવી રાવલ જોડાયા હતા. રાજકોટ મધ્યે મીરાં નિગમ ભારતનાટ્યમનાં અનેક ઉભરતા કલાકારોને માર્ગદર્શન અને તાલિમ આપે છે. તેમ મીરાં નિગમ (મો.૯૪૨૭૨ ૦૭૪૦૬) ઈમેઈલ  (ૃફૂફૂર્શ્વી્ય૨૫કર્િંૃીજ્ઞ્શ્ર.ણૂંૃ)એ જણાવ્યું છે.

(4:07 pm IST)