Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રૈયા સ્‍માર્ટ સિટીના લાઇટ હાઉસ પ્રોજેકટની કામગીરીની ગતિ વધારો : અમિત અરોરાની તાકીદ

ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ હેઠળ નિર્માણ પામી રહેલ આવાસના સ્‍થળની મુલાકાત લેતા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ૨૩ : રૈયા સ્‍માર્ટ સિટી વિસ્‍તારમાં ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ (GHTC)ᅠહેઠળ નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્‍ટની કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ સુચના આપી હતી. લાઈટહાઉસ પ્રોજેક્‍ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી.ᅠᅠᅠᅠᅠᅠᅠ
મહાનગરપાલિકાનાં કમિશનર અમિત અરોરાએ રૈયા સ્‍માર્ટ સિટી એરિયામાં ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ (GHTC)ᅠહેઠળ નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્‍ટ સાઈટની મુલાકાત લઇ કાર્ય પ્રગતિની સમીક્ષા કરી હતી. વિદેશી ટેકનોલોજીની મદદથી નિર્માણ પામી રહેલ લાઈટહાઉસ પ્રોજેક્‍ટ શક્‍ય તેટલો વહેલો પૂર્ણ થાય તેનાં પર ભાર મૂકી રહેલા મ્‍યુનિ. કમિશનરે કામગીરીની ગતિ વધુ ઝડપી કરવા સંબંધિત એજન્‍સી અને અધિકારીઓને સુચના આપી હતી. વધુમાં, આ પ્રોજેક્‍ટની સાથે જ પાણીની પાઈપલાઈન સંબંધી કામગીરી પણ ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સુચના આપવામાં આવી હતી.
મ્‍યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્‍યાન પી.જી.વી.સી.એલ. અને ગુજરાત ગેસ કંપનીનાં પ્રતિનિધિઓ પણ હાજર હતા અને કમિશનરે આ બંને કંપનીઓને તેમના હિસ્‍સે આવતું કાર્ય ઝડપભેર આગળ ધપાવવા પણ સુચના આપી હતી.
ગ્‍લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્‍જ હેઠળ ભારતનાં છ શહેરોમાં લાઈટહાઉસ પ્રોજેક્‍ટ નિર્માણ પામી રહ્યા છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં રૂ. ૧૧૭ કરોડનાં ખર્ચે બની રહેલ લાઈટહાઉસ પ્રોજેક્‍ટમાં કુલ ૧૧ ટાવરનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે અને તેમાં કુલ ૧૧૪૪ આવાસ બનાવવામાં આવી રહ્યા છે.
મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી અને એ.આર.સિંહ સહીત સિટી એન્‍જી. એચ. યુ. દોઢિયા, કે. એસ. ગોહેલ, સ્‍માર્ટ સિટીના જનરલ મેનેજર વાય. કે. ગૌસ્‍વામી, પી.એ.(ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી અનેᅠDEEᅠઆર. જી. પટેલ તેમજ ગુજરાત ગેસ અને પીજીવીસીએલનાં પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:42 pm IST)