Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રાજકોટ જિલ્લામાં શાનદાર શાળા પ્રવેશોત્‍સવઃ આજે ધોરણ-૧માં પપ૧૪ બાળકોને પ્રવેશ

આંગણવાડી- બાલમંદિરનું પગથિયુ ચડતા ૩પ૪૮ ભૂલકાઓ

રાજકોટ, તા. ર૩ : રાજય સરકાર દ્વારા સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ હસ્‍તકની પ્રાથમિક શાળાઓમાં ધો.૧માં બાળકોને પ્રવેશ આપવા આજથી ત્રણ દિવસનો શાળા પ્રવેશોત્‍સવ શરૂ થયો છે. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર. સરડવાના માર્ગદર્શન હેઠળ નવા પ્રવેશની વ્‍યવસ્‍થા ગોઠવાયેલ છે.

આજે બપોર સુધીમાં ધો.૧માં નવા ર૮૮૯ કુમાર અને ર૬રપ કન્‍યાઓ સહિત કુલ પપ૧૪ બાળકોનું નામાંકન થયું છે. આજે ૧૮૧ મહાનુભાવોએ જિલ્લાની ૩૧૮ શાળાઓની મુલાકાત લીધી છે. ૧૩ વિકલાંગ બાળકોને પ્રવેશ આપવામાં આવ્‍યો છે. આંગણવાડી અને બાલમંદિરમાં ૧૮૩પ કુમાર અને ૧૭૧૩ કન્‍યાઓ સહિત ૩પ૪૮ બાળકોએ પ્રવેશ મેળવ્‍યો છે.

(3:37 pm IST)