Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ત્રણ રીક્ષા ચોરીનો ભેદ ઉકેલતી ભકિતનગર પોલીસઃ સુરેન્‍દ્રનગરના અનિલની ધરપકડ

ભકિતનગર પોલીસે અનીલ ઉર્ફે કાળુને ઝડપી લઇ રીમાન્‍ડ દરમ્‍યાન ત્રણ ચોરાઉ રીક્ષા કબ્‍જે

રાજકોટ, તા., ૨૩: શહેરના જુદા જુદા ત્રણ સ્‍થળેથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ઉકેલી સુરેન્‍દ્રનગરના શખ્‍સને પકડી લઇ ત્રણ ચોરાઉ  રીક્ષા કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ શહેરના ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. સંજયભાઇ ચાવડાએ મૂળ અમદાવાદ, ધંધુકાનો હાલ સુરેન્‍દ્રનગર ગેટ સ્‍ટેશન પાસે  રહેતા અનીલ ઉર્ફે કાળુ રમણભાઇ મકવાણા (ઉ.વ.૪ર)ને પકડી લીધો હતો. આ શખ્‍સનો ગુનાહીત ઇતિહાસ તપાસતા સુરેન્‍દ્રનગરમાં તે રાત્રીના સમયે શંકાસ્‍પદ હાલતમાં ચાર વખત તથા હતયા અને મારામારી સહીત છ ગુનામાં પકડાઇ ચુકયો હોઇ તેમજ સુરેન્‍દ્રનગરથી રાજકોટ આવી રીક્ષા ચોરી કરી હોઇ અને તાજેતરમાં રીક્ષા ચોરીની ફરીયાદો આવતા હેડ કોન્‍સ. સંજયભાઇ અને કોન્‍સ. વાલજીભાઇને બાતમી મળતા પીએસઆઇ એમ.એન.રાયજાદા સહીતે આ શખ્‍સને કોર્ટમાં રજુ કરી રીમાન્‍ડ મેળવ્‍યા હતા. રિમાન્‍ડ દરમ્‍યાન તેણે ગોંડલ રોડ ચોકડી ફાટક પાસેથી, ભાવનગર રોડ પારેવડી ચોક નજીકથી અને હુડકો ચોકડી શ્રીરામ પાર્ક પાસેથી રીક્ષા ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે હુડકો ચોકડી સર્વીસ રોડ પર પાર્કીગ વાળી જગ્‍યામાંથી ત્રણ ચોરાઉ રીક્ષા કબજે કરી હતી. આ કામગીરી  પીઆઇ એલ.એલ.ચાવડા તથા પીએસઆઇ એચ.એન.રાયજાદા સહીતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી. 

(4:40 pm IST)