Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

આંગણવાડી ખાતે પૂર્ણાદિવસ કાર્યક્રમની ઉજવણી કરાઇ

રાજકોટ : શહેર આઈ.સી.ડી.એસ. વિભાગ શહેરનાં બાળકોનું, કિશોરી, સગર્ભા, ધાત્રીનું પોષણ સ્તર વધે તે બાબતે સતત જાગૃત અને કાર્યરત રહે છે. બાળકો,ઙ્ગસગર્ભા,ઙ્ગધાત્રી અને કિશોરી કે જે આવતીકાલનું સુરક્ષીત અને સ્વસ્થ ભવિષ્ય છે તેને ધ્યાનમાં રાખીને આંગણવાડી ખાતે મહિનાના ચાર મંગળવારે વિવિધ કાર્યક્રમોનું આયોજન અને ઉજવણી કરવામાં આવે છે.ઙ્ગઆઝાદી કા અમૃત મહોત્સવ-૭૫ તેમજ સુસાશન સપ્તાહ કાર્યક્રમ અંતર્ગતઙ્ગમહિલા અને બાળવિકાસ વિભાગ,ઙ્ગગાંધીનગર દ્વારા મળેલ સુચના અનુસાર જુન માસના ત્રીજા મંગળવારે રાજકોટ શહેરના અર્બન ઘટક ૧,ઙ્ગ૨,ઙ્ગ૩માં કાર્યરત ૩૬૫ આંગણવાડી ખાતે તમામ વર્કર બહેનોને બાળકોમાં પાયાનું શિક્ષણનું સ્તર વધે તે હેતુથી સરકારની સુચના મુજબ તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. બાળકોના સર્વાગી વિકાસ માટે યોજાયેલ આ તાલીમને સફળ બનાવવા માટે આઇ.સી.ડી.એસ. અર્બન ઘટકના પ્રોગ્રામ ઓફીસર ઘટક ૧,૨ અને ૩ના સી.ડી.પી.ઓ.,ઙ્ગખુબ જહેમત ઉઠાવવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમની તાલીમ મુખ્યસેવીકા અને પ્રિ-સ્કુલ તાલીમ ઇન્સ્ટ્રકર દ્વારા આપવામાં આવેલ હતી ઙ્ગઅને કુલ ૩૨૫ વર્કર બહેનોએ ઉત્સાહ પુર્વક આ તાલીમમાં ભાગ લીધેલ હતો.

(3:33 pm IST)