Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના બાળકો અને એડવાન્સ્ડ ટ્રેઇન્ડ યોગ એકસપર્ટ બાળકો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

'વિશ્વ યોગ દિન'ઙ્ગનિમિતે મહાનગરપાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનનાં બાળકો અને એડવાન્સ્ડ ટ્રેઈન્ડ યોગ એકસપર્ટ બાળકો દ્વારા યોગનું સફળ આયોજન કરવામાં આવેલ. જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનનાં બાળકો દ્વારા યોગ નિદર્શન કરવામાં આવ્યા બાદ એડવાન્સ્ડ ટ્રેઈન્ડ યોગ એકસપર્ટ બાળકો દ્વારા સોંગ અને રીધમ ઉપર વિશેષ યોગાભ્યાસ પરફોર્મ કરવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તથા ભાવનગર શહેર પ્રભારી અને સ્ટેન્ડીંગ કમિટી પૂર્વ ચેરમેન કશ્યપભાઈ શુકલ ઉપસ્થિત રહેલ. તેમજ અહી જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના બાળકો તથા ટ્રસ્ટી અપુલભાઈ દોશી, રોહિતભાઈ કાનાબાર, અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રા, પીનાબેન દવે ઉપસ્થિત રહેલ. તેમજ યોગ ઇન્સ્ટ્રકટર તરીકે જયોતિબેન પરમાર તેમજ આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા, ડે.એમ.ઓ.એચ. ડો.હાર્દિક મહેતા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન અગરિયાએ કરેલ.

(3:31 pm IST)