Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

વિશ્વકર્મા સોસાયટીમાં જાહેરમાં તીનપતી રમતા ત્રણ મહિલા સહિત પાંચ પકડાયા

તાલુકા પોલીસનો દરોડો : ૪ હજારની રોકડ અને સ્‍વીફટ કાર મળી ૪.૫૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે

રાજકોટ તા. ૨૩ : દોઢસો ફૂટ રોડ પુનિતનગરના ટાંકા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પુનિતનગરના ટાંકા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. કે.એલ.જાડેજાને બાતમીના મળતા વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૫ની બંધ શેરીમાં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા વિશ્વકર્મા સોસાયટી શેરી નં. ૫ના ધર્મેશ જમનાદાસભાઇ શીશાંગીયા, માધાપર ચોકડી કૃષ્‍ણનગર શેરીનં. ૬ના વાસુદેવ પરિમલભાઇ સીસોદીયા, ગાંધીગ્રામ વેલનાથ સોસાયટી શેરી નં. ૫ના જશુબેન ધીરૂભાઇ બવકીયા, મવડી ચોકડી ઉદયનગર સોસાયટી શેરી નં. ૧ના જયશ્રીબેન જયેશભાઇ વાડોદરીયા તથા મવડી, નવલનગર સોસાયટી શેરી નં. ૯ના હંસાબેન ડાયાભાઇ ડાવેરાને પકડી લઇ રૂા. ૪૦૬૦ની રોકડ તથા જીજે૩એમબી-૭૧૧૩ નંબરની સ્‍વીફટ કાર મળી રૂા. ૪,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.એન.મોરવાડીયા, એએસઆઇ કે.એલ.જાડેજા, અલ્‍પાબેન સાંગાણી, વિજયગીરી ગોસ્‍વામી, કોન્‍સ. જીલુભાઇ, ઇલેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:11 pm IST)