Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

‘અકિલા'એ આઠ દિવસ પહેલા જ પુલનું કામ ઝડપથી પુરુ કરવા તંત્રવાહકોનું ધ્‍યાન દોર્યુ હતું: ગમે ત્‍યારે જોખમ સર્જાઇ શકે એવો અંદેશો પણ વ્‍યક્‍ત કર્યો હતોઃ ત્‍યાં એક પરિવારના મોભીએ જીવ ગુમાવ્‍યો

રાજકોટ તા. ૨૩: રાવકી અને માખાવાડ વચ્‍ચે પુલનું કામ છએક મહિનાથી ચાલુ છે. આ કારણે બાજુમાંથી નદીમાંથી કામચલાઉ રસ્‍તો કાઢવામાં આવ્‍યો છે.  ‘અકિલાએ' અઠવાડીયા પહેલા જ આ પુલનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું હોઇ તાકીદે પુરૂ કરાવવા તંત્રવાહકો જાગૃત બને તે માટે ધ્‍યાન દોર્યુ હતું. નદીમાંથી ડાયવર્ઝનનો રસ્‍તો કાઢયો હોઇ તે ગમે ત્‍યારે જોખમી બની શકે તેમ હોવાનો અંદેશો પણ વ્‍યક્‍ત કરાયો હતો. અહિ પાણી ભરાતા રાવકી અને માખાવડનો સંપર્ક તૂટી જાય છે. રાવકી-માખાવડમાં નવો ઇન્‍ડસ્‍ટ્રીયલ ઝોન શરૂ થયો હોઇ અનેક કારખાના પણ અહિ હોઇ આવ-જા કરવામાં કારખાનેદારો, કર્મચારીઓને હાલાકી ભોગવવી પડે છે.  ત્‍યાં ગઇકાલે જીવલેણ દૂર્ઘટના સર્જાઇ ગઇ છે અને એક પરિવારના મોભીનો જીવ લેવાયો છે.  આ પુલનું કામ સત્‍વરે પુરૂ કરવા તંત્ર કમર કસે તેવી લોક લાગણી પ્રવર્તી રહ્યાનું આ વિસ્‍તારના બકુલ રૂપાણીએ જણાવ્‍યું હતું.

(3:44 pm IST)