Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાજુલામાં રેલ્‍વેની જમીન પ્રશ્ને ચાલતાં ધારાસભ્‍યના આંદોલનને રાજકોટ કોંગ્રેસનું સમર્થન

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની આગેવાનીમાં જમીન સોંપી દેવા ડી.આર. એમને આવેદન પાઠવાયું

રાજુલામાં રેલ્‍વેની જમીન નગરપાલિકાને સોંપવા અંગે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ડી.આર.એમ.ને આવેવદનપત્ર પાઠવી રજુઆત કરાઇ તે વખતની તસ્‍વીરમાં શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, મહેશ રાજપુત, જસવંતસિંહ ભટ્ટી સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૩ : રાજુલામાં રેલ્‍વેની જમીન નગરપાલિકાને સોંપવા બાબતે ત્‍યાના ધારાસભ્‍ય શ્રી ડેર દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યું છે ત્‍યારે શ્રી ડેરના સમર્થનમાં આજે રાજકોટ રેલ્‍વે ડીવીઝન મેનેજરશ્રીને આવેદનપત્ર પાઠવી અને ઉકત વિવાદીત જમીન રેલ્‍વે સાથે થયેલા કારારો મુજબ રાજુલાનગર પાલિકાને સુપ્રત કરી દેવા માંગ ઉઠાવી હતી.

આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે રજુલા નગરપાલિકાને વેસ્‍ટર્ન રેલવેના ભાવનગર ડીવીઝન દ્વારા સાત મહિના પહેલા રાજુલા નગરપાલિકાને બ્‍યુટી ફીકેશન ગાર્ડન રોડ-રસ્‍તા માટે જમીન ફાળવવામાં આવેલછે રાજુલા નગરનો વિકાસ થાય અને લોકોને સુવિધાઓ મળે તેમજ નગરજનોને રેલ્‍વે વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ જમીનને રાજુલા નગરપાલિકા દ્વારા ડેવલોપમેન્‍ટ કરી લોકોપયોગી કાર્ય કરવામા આવનાર છે જે જમીનના કબ્‍જા સોંપવામાં અન્‍ય પક્ષના રાજકીય વ્‍યકિતઓ દ્વારા ખોટી રીતે પોલીટીકલ પ્રેશર કરી રેલ્‍વે વિભાગ દ્વારા જે જમીન સોપવાના એમ.ઓ.યુ.કરવામાં આવેલ છે તે જમીનનો કબજો રાજુલા નગરપાલિકાને આજ દિવસ સુધી મળ્‍યો નથી આથી આ જમીનનો કબજો સત્‍વરે રાજુલા નગર પાલિકાને સોપવામાં આવે તેવી માંગ છ.ે

કેમ કે નગરજનો આ સુવિધાથી વંચિત ન રહે એ રેલ્‍વેની ફરજ છે. રેલ્‍વે વિભાગ પણ પ્રજાકીય તંત્ર હોય હાલમાં પ્રવર્તતી શંકા-કુશંકાઓ મુજબ ખાનગીકરણ અમલમાં ન આવ્‍યું હોવા છતા રેલ્‍વે તંત્રનું આવું વલણ પ્રજા વિરોધી છે. અને પ્રજાકીય પ્રતિનિધિ જયારે ૧પ દિવસથી લોકોની સુવિધા અર્થે ઉપવાસ આંદોલન ચલાવતા હોય ત્‍યારે રેલવેના તમામ જવાબદાર અધિકારીઓએ આ પ્રશ્નો સત્‍વરે પ્રજાના હિતમાં નિકાલ લાવવો જરૂરી છે. આથી ધારાસભ્‍ય અમરીશભાઇના ઉપવાસમાં પ્રતીતીજનક પારણા નહી કરાવવામાં આવે તો સમગ્ર રાજયમાં આ આંદોલનનો જવાબ પ્રજાને વધુ ઉગ્ર આંદોલન કરવા ફરજ પાડશે. તેવીચિમકી પણ આવેદનના અંગે ઉચ્‍ચારાઇ હતી.આ આવેદનપત્ર પાઠવતી વખતે અશોકભાઇ ડાંગર (પ્રમુખ) પ્રદીપભાઇ ત્રિવેદી, (કાર્યકારી પ્રમુખ) મહેશભાઇ રાજપુત, ભાનુબેન સોરાણી, જશવંતસિંહ ભટ્ટી, દિનેશભાઇ મકવાણા, વશરામભાઇ સાંગઠીયા સહીતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:40 pm IST)