Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

શહેર ભાજપ મહિલા મોરચાનું સૂકાન કિરણબેન માકડીયાનેઃ નવી મહિલા ટીમનું માળખુ જાહેર

રાજકોટ તા. ર૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં રાજકોટ મહાનગર શહેર ભાજપ મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી જાહેર કરવામાં આવતા પ્રમુખપદે કિરણબેન માકડીયાની નિમણુંક કરાઇ છે.

જયારે ઉપપ્રમુખો તરીકે જયશ્રીબેન પરમાર, મનુબેન રાઠોડ, પ્રકાશબા ગોહિલ, મીનાબેન પારેખ  તેમજ મહામંત્રી તરીકે કિરણબેન હરસોડા અને લીનાબેન રાવલની વરણી થયેલ.

મંત્રી તરીકે મનીષાબેન સેરશીયા, પલ્લવીબેન પોપટ, નીલમબેન ભટ્ટ, ચેતનાબેન વિધાણી, નીનાબેન વજીર, અને કોષાધ્યક્ષ તરીકે માધવીબેન ઉપાધયાય તેમજ કાર્યાલય મંત્રી તરીકે ભાવનાબેન મહેતાનીવરણી થયેલ.

આ તકે શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્યએ શહેર ભાજપ મહિલા મોરચાના નવનિયુકત હોદ્દેદારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે મહિલા મોરચાની નવનિયુકત ટીમ કેન્દ્ર અને રાજયની ભાજપા સરકારના નેતૃત્વમાં બહેનો માટે વિવિધ લોકહીતકારી અને લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી મહિલાઓ સુધી પહોંચાડી નારી સશકિતકરણને ખરા અર્થમાં વેગ આપશે.

આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના ના આ નવનિયુકત પ્રભારીઓને ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:37 pm IST)