Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજકોટમાં પાણી ચોરી કરનાર સામે મ્યુનિ.કમિશનર લાલઘુમ :7 નળ ભુતિયા કનેકશન કપાત: 14 ડાયરેક્ટ પમ્પિંગ કરતા મકાન ધારકોને નોટીસ

વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧, ૧૦, ૧૧, ૧૨ તેમજ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૭ અને ૧૩માંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ ૧૪ આસામીઓને નોટીસ તથા કુલ ૦૭ ભૂતિયા નળ કનેક્શન કપાત

રાજકોટ : શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આજથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ૨૩-૦૬-૨૦૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનના વોર્ડ નં. ૧, ૧૦, ૧૧, ૧૨ માં ડાયરેક્ટ પમ્પિંગ કરતા કુલ ૧૨ આસામીઓને નોટીસ આપવામાં આવેલ તેમજ કુલ ૭ ભૂતિયા નળ કનેક્શન મળી આવતા તમામ કનેક્શન કપાત કરવામાં આવ્યા છે, તેમજ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૭ અને ૧૩માંથી ડાયરેક્ટ પમ્પીંગ કરતા કુલ ૪ આસામીઓને નોટીસ આપવામાં આવી છે.  

 

           વેસ્ટ ઝોનમાં  વોર્ડ નં. ૧ માં ડાયરેક્ટ પમ્પીંગ કરતા આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં શાંતિ નિકેતન પાર્ક, લાખના બંગલા વાળો રોડ, રૈયા ધાર તેમજ વોર્ડ નં. ૧૦ માં પુષ્કરધામ ફ્લેટમાં તેમજ વોર્ડ નં. ૧૧ માં આકાશદીપ સોસાયટી, રાજદીપ સોસાયટી અને વોર્ડ નં. ૧૨ માં રાણી ચોક શક્તિ હોટેલ પાસે, ગોકુલ નગર, ઉદયનગર, શ્રી નાથજી સોસાયટીના વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.  

        સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં. ૭ માં મનહર પ્લોટ, ક્રિષ્ના એપાર્ટમેન્ટ અને વોર્ડ નં. ૧૩ માં પપૈયા વાડી, જે.ડી.પાઠક રોડના વિસ્તારોમાં પાણી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

 

(8:14 pm IST)