Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજકોટ, દ્વારકા, પોરબંદર જીલ્લામાં આજે-કાલે વરસાદી માહોલ જોવા મળશે

એમ.પી., છત્તીસગઢ,પૂર્વ યુ.પી., બિહાર, ઓડીસ્સા, રાજસ્થાનમાં પણ સારો વરસાદ પડશે

નવી દિલ્હીઃ રાજયમાં વરસાદી એકટીવીટી ઓછી થઇ છે. પરંતુ સૌરાષ્ટ્રના રાજકોટ જીલ્લો, દ્વારકા જીલ્લો,પોરબંદર જીલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહેશે તેમ વેધરની સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે.

આ મહિનામાં દેશભરમાં ગઇકાલ સુધીમાં સામાન્યથી ૨૫ ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ભારતમાં સામાન્યથી ૬૯ ટકા, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતમાં સામાન્યથી ૮ ટકા જયારે પૂર્વોતર ભારતમાં સામાન્યથી ૩ ટકા વરસાદ થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી નેઋત્યનું ચોમાસુ સ્થિર હતુ આગળ વધ્યુ ન હતુ. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો વિદર્ભ ક્ષેત્રમાં આજે અને આવતીકાલે વધારે વરસાદની શકયતા છે. પૂર્વ ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડીસ્સા, રાજસ્થાનના કોટા, નાગોર, ઉદયપુર, જોધપુરમાં પણ આજે-કાલે સારો વરસાદ પડશે.

જયારે રાજસ્થાનને લાગુ ગુજરાતમાં ઓછો વરસાદ થયો હતો હવે ત્યાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. સાબરકાંઠા, બનાસકાંઠાના વરસાદી એકટીવીટી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, પોરબંદર, રાજકોટ જીલ્લામાં વરસાદી માહોલ જળવાઇ રહેશે.

મહારાષ્ટ્રના મધ્ય મહારાષ્ટ્ર, કોંકણમાં વરસાદી એકટીવીટી ઓછી થઇ જશે. ગોવાથી કેરળ સુધી વરસાદ ખુબ ઓછો થઇ રહયો છે.

(12:51 pm IST)