Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

લોકડાઉનમાં દંપતિ ગાયબ થઇ ગયુ'તું: અંતે કરિશ્મા અને તેના પતિ વિરૂધ્ધ ૭૧.૫૪ લાખની ઠગાઇનો ગુનો

કેડીઆર મહિલા મિત્ર મંડળ, કેડીઆર એન્ટરપ્રાઇઝ, કેડીઆર કો-ઓપરેટિવ સોસાયટીના નામે ડેઇલી, માસિક, ફિકસ ડિપોઝીટના નામે સ્કીમો ચલાવતા'તા : બજરંગવાડી, મોચી બજાર, જંગલેશ્વર, દૂધ સાગર રોડ, ખત્રીવાડ, સુભાષનગર, સદરબજારના ૮૩ લોકો છેતરપીંડીનો ભોગ બન્યાઃ થોરાળા પોલીસે મોચી બજારના અસલમભાઇ બાવાણી-મેમણની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો

રાજકોટ તા. ૨૩: શહેરનાં બજરંગવાડી, મોચીબજાર, દૂધ સાગર રોડ, જંગલેશ્વર, ખત્રીવાડ, રૈયારોડ સુભાષનગર સહિતના વિસ્તારના રહેવાસીઓને બજરંગવાડી પુનિતનગરમાં રહેતાં મુસ્લિમ દંપતિએ કેડીઆર મહિલા મિત્ર મંડળ, કેડીઆર એન્ટરપ્રાઇઝ, કેડીઆર કો-ઓપરેટિવ સોસાયટીના નામે ડેઇલી, માસિક અને ફિકસ ડિપોઝીટ બચત યોજનાની સ્કીમના નામે ભોળવી છેતરી લીધા હતાં. લોકડાઉન કાળમાં આ દંપતિ ઘરેથી રફુચક્કર થઇ જતાં નાના રોકાણકારોમાં દેકારો બોલી ગયો હતો. આ મામલે જે તે વખતે અરજી કરવામાં આવી હતી. થોરાળા પોલીસે અંતે કુલ ૮૩ લોકો સાથે રૂ. ૭૧,૫૪,૦૪૦ની છેતરપીંડી થયાનો ગુનો નોંધી ઠગ દંપતિની શોધખોળ શરૂ કરી છે.

થોરાળા પોલીસે આ બારામાં મોચી બજાર મમરાવાળા ચેમ્બર્સ ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને એસ. કે. એન્ટરપ્રાઇઝ નામે પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનો વેપાર કરતાં અસલમભાઇ અબ્દુલગફારભાઇ બાવાણી  (મેમણ) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી બજરંગવાડી પુનિતનગર-૮ 'મા કી દુવા' નામના મકાનમાં રહેતી કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અહેમદ બુંબીયા તથા તેના પતિ અહેમદ મહમદઇસ્માઇલ બુંબીયા વિરૂધ્ધ આઇપીસી ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦ (બી) મુજબ છેતરપીંડીનો ગુનો નોંધ્યો છે.

અસલમભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે આજથી સાત આઠ વર્ષ પહેલા હું મેમણ કોલોનીમાં રહેતો હતો ત્યારે અમારા ફલેટની બાજુમાં કરિશ્મા ઉર્ફ ફરિશ્મા બુંબીયા રહેતી હોઇ તેનો સંપર્ક થયો હતો. ત્યારે તેણીએ કહ્યું હતું કે હું અન મારો પતિ અહેમદ બુંબીયા કેડીઆર મહિલા મિત્ર મંડળ ચલાવીએ છીએ. અમારી ઓફિસ દૂધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે છે. તેણે જુદી જુદી બચત સ્કીમો જણાવતાં મેં પ્રથમ રૂ. ૫૦૦ માસીક લેખે વીસ મહિનાની સ્કીમમાં નાણા રોકયા હતાં. સમય પુરો થતાં રૂ. ૧૦ હજારના રોકાણ સામે મને રૂ. ૧૨ હજાર મળ્યા હતાં. આ રીતે તે વખતે અનેક લોકોને સ્કીમમાં રોકાણ કરતાં ફાયદો થયો હતો.

અમે વિશ્વાસમાં આવી તેની સ્કીમોમાં નાણા રોકતા હતાં. ૨૫૦ થી ૩૦૦ મેમ્બર્સ પૈસા ભરતાં હતાં. એ પછી હું મેમણ કોલોનીથી હાલમાં જ્યાં રહુ છુ ત્યાં રહેવા જતો રહ્યો હતો. દરમિયાન ૧૪/૫/૨૦ના રોજ મને યુસુફભાઇ ચોકસીએ વાત કરી હતી કે સ્કીમના નાણા પાકતાં પોતે બજરંગવાડી પુનિતનગરમાં કરિશ્મા ઉર્ફ ફરિશ્મા અને તેના પતિની તપાસ કરતાં તે ઘરે નહિ હોવાની અને ઘર બીજાને વેંચી નાંખ્યાની તેમજ ઓફિસ પણ બંધ થઇ ગયાની ખબર પડી છે. આથી અમે કરિશ્મા અને તેના પતિને ફોન જોડ્યા હતાં. પરંતુ ફ ોન સતત બંધ આવતાં હતાં. તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંને અનેક રોકાણકારોના નાણા ઉઘરાવી છેતરપીંડી કરી ભાગીગયા છે. આથી જે તે વખતે અમે અરજી કરી હતી. આ અરજીને આધારે પોલીસે હવે ગુનો નોંધ્યો છે.

હાલ કુલ રૂ. ૭૧,૫૪,૦૪૦ની ઠગાઇનો ગુનો દાખલ થયો છે. જેમાં ૮૩ લોકો છેતરાયા છે. કોના કેટલા રૂપિયા ગયા તેની વિગતો જોઇએ તો ફરિયાદી અસલમભાઇના રૂ. ૩,૦૮,૨૦૦ (માસીક બચતા તથા એકના ડબલ સ્કીમ), અખ્તર યુસુફભાઇ બ્લોચ રૂ. ૨,૦૯,૪૦૦ (માસીક તથા એકના ડબલ સ્કીમ), ફૈઝલ કાલુમિયા કાદરી રૂ. ૧૪,૨૯,૫૦૦ (એકના ડબલ, ફિકસ ડિપોઝીટ), અમીનાબેન ડોસાણી રૂ. ૧૫ હજાર, રીફકભાઇ ચોૈહાણ રૂ. ૭૫૦૦, આશીફભાઇ ઇશાણી રૂ. ૧૦,૫૦,૦૦૦, રીમાબેન મીરા રૂ. ૮૦ હજાર, શાહીન મહેબુબભાઇ શેખ રૂ. ૭૦ હજાર, હુશેનભાઇ બાવાણી રૂ. ૫૦ હજાર, ઇરફાનભાઇ કાલાવડીયા રૂ. ૧,૨૦,૦૦૦, ઇબ્રાહીમભાઇ કુરેશી રૂ. ૫,૦૦,૦૦૦, ફરીદાબેન કુરેશી રૂ. ૬૦ હજાર, તોૈસીફ કુરેશી રૂ. ૨,૦૦,૦૦૦, ઇમરાન કુરેશી રૂ. ૨૫ હજાર, સાદીક સોરઠીયા રૂ. ૪,૦૦,૦૦૦, અફસાનાબેન પારેખ રૂ. ૨,૪૦,૦૦૦, ફાતેમાબેન લધર રૂ. ૩,૫૦,૦૦૦, રૂકશાનાબેન બેલીમ રૂ. ૩ લાખ, હનીફભાઇ ભટ્ટી રૂ. ૪ લાખ, અમનભાઇ સમા રૂ. ૩૫ હજાર, રેહાનાબેન નારેજા રૂ. ૩૫ હજાર, મહમદ જુણેજા રૂ. ૩૫ હજાર, હુશેનભાઇ જુણેજા રૂ. ૩૫ હજાર, સલીમ જુણેજા રૂ. ૩૫ હજાર, ઇરમબેન જુણેજા રૂ. ૪૨૫૦૦, જીશાન ઇલ્યાસભાઇ રૂ. ૩૫ હજાર, રેશ્માબેન જુણેજા રૂ. ૩૫ હજાર, રશીદાબેન શેખ રૂ. ૪૨૫૦૦, મહેબુબભાઇ ઠેબા રૂ. ૩૫ હજાર, નઝમાબેન દલ રૂ. ૩૫ હજાર, જોયાબેન જુણેજા રૂ. ૩૫ હજાર, સમીમબેન બુખારી રૂ. ૩૫ હજાર, નમીરાબેન ખીયાણી રૂ. ૩૫ હજાર, કસફભાઇ ઠેબા રૂ. ૩૫ હજાર, હારૂનભાઇ ઠેબા રૂ. ૪૯ હજાર, જોરાબેન મોટાણી રૂ. ૪૯ હજાર, કૈફ સાહીદભાઇ રૂ. ૩૫ હજાર, સિકંદરભાઇ સોરા રૂ. ૩૫ હજાર, અશદ ઠેબા રૂ. ૨૦ હજાર, આફરીન દલ રૂ. ૧૪ હજાર, રહેમતબેન રૂ. ૧૪ હજાર, ઇર્શાદ ઠેબા રૂ. ૧૪ હજાર, દિલાવરભાઇ જુણેજા રૂ. ૨૮ હજાર, નજુબેન દલ રૂ. ૨૬ હજાર, દિલાવર  જુણેજા રૂ. ૧૪ હજાર, જીલુબેન ઠેબા રૂ. ૧૩ હજાર, સારબાઇબેન રૂ. ૧૭૬૦૦,  ખતીજાબેન રૂ. ૧૪ હજાર, સમીમબેન રૂ. ૧૪ હજાર, શીફાબેન સાજીદભાઇ રૂ. ૧૩ હજાર, નસરીનબેન રૂ. ૧૩ હજાર, હુશેનભાઇ રૂ. ૧૩ હજાર, જીવુબેન પઠાણ રૂ. ૧૩ હજાર, દિવાલરભાઇ રૂ. ૧૪ હજાર, અમીનાબેન રૂ. ૧૩ હજાર, ઇરફાનભાઇ રૂ. ૩૫૦૦, રૂકશાનાબેન રૂ. ૧૩ હજાર, રેહાનાબેન રૂ. ૪૦૦૦, આફરીદ ભાણુ રૂ. ૩૫૦૦, તહેસીસ રૂ. ૩૫૦૦, શબીનાબેન રૂ. ૫૫૦૦, સુરૈયાબેન રૂ. ૩૦૦૦, અફસાનાબેન રૂ. ૩૬૦૦, અજીમ સોરા રૂ. ૩૬૦૦, શમીમબેન રૂ. ૩૬૦૦,  મહમદ જુણેજા રૂ. ૨૨૫૦૦, બીબીબેન કાદરભાઇ રૂ. ૭૫૦૦, માહીરા મહેબુબભાઇ રૂ. ૭૫૦૦, નવાઝ યુનુસભાઇ રૂ. ૧૫૦૦, ઉસ્માનભાઇ રૂ. ૨૨૫૦૦, સમીનાબેન રૂ. ૭૫૦૦, બસ્મીલ્લાહબાપુ રૂ. ૧૫૦૦૦, શહેનાઝબેન રૂ. ૧૫૦૦૦, નઝમાબેન રૂ. ૭૫૦૦, આશીફભાઇ રૂ. ૧૫ હજાર, જેબુનેબેન રૂ. ૧૫ હજાર, સમીમબેન રૂ. ૨૫ હજાર, શબાનાબેન રૂ. ૭૫૦૦, નશરીનબેન રૂ. ૭૫૦૦, અરમાનભાઇ રૂ. ૭૫૦૦, માહીરભાઇ રૂ. ૭૫૦૦, રૂબીનાબેન સોરઠીયા રૂ. ૮૯૫૪૦ તથા રાણીબેન બારૈયા રૂ. ૫૦ હજારનો સમાવેશ થાય છે.

આ તમામે અલગ-અલગ સ્કીમમાં રોકેલા નાણાની છેતરપીંડી કાવત્રુ ઘડીને કરવામાં આવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ પી.ડી. જાદવ, અજીતભાઇ ડાભી, ભરતભાઇ વનાણી, કેલ્વીનભાઇ સાગર તથા ડી. સ્ટાફની ટીમે તપાસ શરૂ કરી છે. 

છેતરાયેલા હજુ બીજા લોકો પણ સામે આવે તેવી શકયતા છે. કરિશ્મા અને તેનો પતિ જ્યાં રહેતા હતાં એ પુનિતનગરના મકાનની કરિશ્માની નણંદના નામે પાવર ઓફ એટર્ની કરી દેવામાં આવી હતી. બંને લોકડાઉન વખતે ગાયબ થઇ ગયા એ પહેલા કરિશ્માએ ચાલાકી વાપરી પોતાની દિકરી ચીનથી આવી હોઇ ઓનલાઇન એન્ટ્રીઓ પાડવાની છે તેવું બહાનુ બતાવી રોકાણકારો પાસેથી અસલ પાસબૂક, ચોપડીઓ લઇ લીધા હતાં.

કરિશ્મા અને તેનો પતિ ગાયબ થઇ ગયા ત્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાંચ, એ-ડિવીઝન, પ્ર.નગર અને થોરાળા પોલીસ મથકમાં પણ અરજીઓ થઇ હતી.  ઓફિસ દૂધસાગર રોડ પર આવેલી હોવાથી ગુનો થોરાળા પોલીસ મથકમાં દાખલ થયો છે.

(12:10 pm IST)