Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મેરી આવાઝ સુનો : કાલે કરાઓકે ગીતોનો રસથાળ

કિશોર કુમાર, રફી, મુકેશ, લતા, સુરૈયાનો સ્વર જીવંત થશે : બીપીન કોટક, દર્શન વ્યાસ, ગુલામ શેખ, મુમતાઝ મુલ્લા, નીતા ઉપાધ્યાય, કાશ્મીરા રાઠોડ, દર્શન વ્યાસ, પરેશ ગોંડલીયા, દ્વારકાદાસ જીંજુવાડીયા કર્ણપ્રિય ગીતોથી મહેફીલ સજાવશે

રાજકોટ તા. ૨૩ : કરાઓકે કલબ દ્વારા કાલે તા. ૨૪ ના રવિવારે અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે રાત્રે ૮.૩૦ થી ૧૨ કરાઓકે ગીતોની મહેફીલ યોજવામાં આવી છે.

આ અંગે વિગતો વર્ણવતા કલબના આગેવાનોએ જણાવેલ કે ખુબ ચીવટ પૂર્વક ચયન કરોલા જુના કર્ણપ્રિય ગીતોનો રસથાળ આ કાર્યક્રમમાં રજુ થશે.

મુમતાજ મુલ્લા, કાશ્મીરા રાઠોડ, નિતા ઉપાધ્યાય, દર્શન વ્યાસ, બીપીન કોટક, ગુલામ શેખ, સોની દ્વારકાદાસ જીંજુવાડીયા, પરેશ ગોંડલીયા કંઠના કામણ પાથરી કિશોરકુમાર, મહમદ રફી, યસુદાસ, મુકેશ, મજોડ, લતા મંગેશકર, આશા ભોંસલે, ગીતા દ્દત, સુરૈયાને સ્ટેજ પર સ્વરનારૂપમાં જીવંત કરી બતાવશે.

લોકો ડોલ ઉઠે તેવા મીઠા મધુરા ૩૦ થી ૩૫ ગીતોનો ગુલદસ્તો તૈયાર કરાયો છે. ગીત સંગીતના શોખીનોને આ કાર્યક્રમમાં વિનામુલ્યે પ્રવેશ અપાશે. પ્રવેશ પાસ અને વધુ વિગતો માટે મો.૯૭૨૭૦ ૫૬૯૧૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

દ્વારકાદાસજીના નેતૃત્વમાં છેલ્લા બે માસથી તૈયારી કરી રહેલ કલાકારો કાલે મહેનતનો નીચોડ રજુ કરશે. એન્કરીંગ મનોજભાઇ જલારામ સંભાળશે. અતિથિ તરીકે વિષ્નુપ્રસાદ દવે ઉપસ્થિત રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે સ્વર ઓફ કિશોરકુમારથી ઓળખાતા દ્વારકાદાસજી કિશોરકુમારના ખાસ ફેન છે. કિશોરજીના જન્મદિવસે છેક મધ્યપ્રદેશ તેમના નિવાસ સ્થાને જઇને શુભેચ્છા પાઠવવાનો ક્રમ આજે પણ દ્વારકાદાસજીએ જાળવી રાખ્યો છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા સોની દ્વારકાદાસજી અને તેમની સાથે મનોજ જલારામ, પરેશભાઇ ગોંડલીયા, દર્શન વ્યાસ, નીતાબેન ઉપાધ્યાય, કાશ્મીરાબેન રાઠોડ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:10 pm IST)