Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સરપદળમાં પ્રેમીલા ડામોરને મરવા માટે મજબૂર કરનારા પતિ, સાસુ અને સસરા સામે ગુનો

પતિ નરેશ, સાસુ નવજુ અને સસરા કરમશી રસોઇ બનાવવા બાબતે ત્રાસ આપતા પરિણીતાએ ઝેર પી લીધું'તું

રાજકોટ તા. ર૩ :.. સરપદળમાં રહેતી પરપ્રાંતિય પરીણીતાને રસોઇ બનાવવા બાબતે ત્રાસ આપતા પરીણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરીણિતાને આપઘાત કરવા માટે મજબુર કરનારા પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ દાહોદના જરીપગુજર ગામની પ્રેમીલાના એક વર્ષ પહેલા મધ્ય પ્રદેશના ખેરીયા ખાલી ગામના નરેશ કરમશી ડામોર સાથે લગ્ન થયા હતાં.

લગ્ન બાદ પ્રેમીલા તેના પતિ નરેશ સાસુ નવજુબેન અને સસરા કરમશી સાથે રસપદળમાં અમરશીભાઇ જાદવભાઇ લુણાગરીયાની વાડીએ રહી મજુરી કામ કરતી હતી. લગ્ન બાદ તેનો પતિ, સાસુ, સસરા ઘરકામ અને રસોઇ બનાવવા બાબતે અવાર નવાર ત્રાસ આપતા પ્રેમીલાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ બનાવમાં પરિણીતા પ્રેમીલાના પિતા લાલાભાઇ ભીમજીભાઇ સંઘોડે પોતાની પુત્રીને મરવા માટે મજબુર કરનારા પતિ, સાસુ, અને સસરા વિરૂધ્ધ ગુન્હો નોંધાવતા પીએસઆઇ. જે.એન. ચાવડાએ તપાસ આદરી છે. (પ-ર૬)

(4:06 pm IST)