Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

હોમીયોપેથીકની બોગસ માર્કશીટ કૌભાંડમાં ડાંગર કોલેજનાં બે ટ્રસ્ટીઓની જામીન અરજી નામંજુર

અન્ય એક આરોપીની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી

રાજકોટ, તા.૨૩: અત્રેના ચકચારી ડાંગર કોલેજના બોગસ માર્કશીટ કૌભાંડની ફરિયાદના કેસમાં પકડાયેલ કોલેજના ટ્રસ્ટીઓ જનકભાઇ લાભુભાઇ મેના અને દિલીપભાઇ બટુકભાઇ ડાંગરની રેગ્યુલર જામીન અરજીને સેસન્સ અદાલતે ફગાવી દીધી હતી. જયારે આ સમગ્ર પ્રકરણમાં એજન્ટ તરીકે કામગીરી કરનાર ડો. પરેશ  પ્રાણશંકર વ્યાસે સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મોકલવા કરેલ અરજીને કોર્ટે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ઉપરોકત આરોપીઓએ કોલેજમાં વિદ્યાથીઓએ એડમીશન આપ્યા વગર પ્રથમ વર્ષમાં પાસ કરી દઇને આર્થિક લાભ લઇને પાસ થયાની/ બોગસ માર્કશીટ આપી દઇને બીજા વર્ષમાં પ્રવેશ  આપવા યુનિમાં માર્કશીટ  ખરી હોવાનું જણાવીને ગુન્હો કરતો પોલીસમાં ફરિયાદ થયેલ હતી.

આ ફરિયાદના અનુસંધાને અમો જામનગર રોડ ઉપર આવેલ વાંકાનેર સોસાયટીમાં રહેતા જનક બાબુભાઇ મેતા અને દિપક બચુભાઇ ડાંગરની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરતાં બંનેએ જામનગર છૂટતા અરજી કરી હતી. જયારે અન્ય આરોપી પરેશ વ્યાસે પોતાની ધરપકડની દહેશત વ્યકત કરીને આગોતરા જામીન મેળવવામાં અરજી કરી હતી.

ઉપરોકત અરજીઓ રદ કરતા પોલીસે કોર્ટમાં સોગંદનામું રજુ કર્યુ હતું જેના સમર્થનમાં સરકારી વકીલ () રજૂઆત કરેલ કે, પુર્વયોજીત કાવત્રું ઘડી બોગસ માર્કશીટ બનાવી તેના આધારે વિદ્યાર્થીઓને આગળના વર્ષમાં અભ્યાસ મેળવવા આર્થિક લાભ લઇને ગુનો કર્યાનો પ્રથમ દર્શનીય ગંભીર અને સમાજ વિરોધી ગુનો છે. પૈસા બાબતે બોગસ માર્કશીટ આપી દેવાતા આ પૂર્વયોજીત બનાવમાં આરોપીઓની સમસ્યાનો સંડોવણી ખુલતી હોવી જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી સેસન્સ જજશ્રી બાબીએ આરોપીઓ જનક મેહતા અને દિપક ડાંગરની રેગ્યુલર જામીન અરજી અને પરેશ વ્યાસની આગોતરા જામીન અરજીને રદ કરી હતી.

આ કામમાં અરજદારો એ.પી.પી. શ્રી તરૂણ એસ માથુર રોકાયા હતાં. (૨૩.૭)

(4:06 pm IST)