Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બાઇકમાં ૩૬ બોટલ દારૂ સાથે ભુરો અને કિશન પકડાયા

તાલુકા પોલીસે નવા ૧૫૦ રીંગ રોડ પરથી દબોચ્યા

રાજકોટ તા. ૨૩: નવા ૧૫૦ ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોકમાંથી રાત્રીના તાલુકા પોલીસે બે શખ્સને બાઇક પર ૩૬ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં.

પોલીસે અલ્પેશ ઉર્ફ ભુરો પ્રવિણભાઇ પરમાર (રજપૂત) (ઉ.૨૮-રહે. સાધુ વાસવાણી રોડ આવાસ કવાર્ટર) તથા કિશન ઉપેન્દ્રભાઇ દેવીપૂજક (ઉ.૨૦-રહે. પ્રેમ મંદિર પાછળ આવાસ કવાર્ટર)ને હોન્ડા પર ૩૬ બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લઇ કુલ રૂ. ૫૨ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. તાલુકાના ઇન્ચાર્જ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ડામોર, હેડકોન્સ. એન. એન. ચુડાસમા, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ ઓડેદરા, રાહુલભાઇ સહિતના સ્ટાફે પ્રોહીબીશન ડ્રાઇવ અંતર્ગત આ કામગીરી કરી હતી.

(4:06 pm IST)