Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વોર્ડનં.૯ માં ૨૫.૮૮ લાખના ખર્ચે ડામર કાર્પેટ કામ

રાજકોટઃ વોર્ડનં. ૯માં આવેલ પામ સીટીથી નંદગાવ ટીપી રોડને ડામર કાર્પેટ કરવાના કામનો નંદગાવ, નંદવિલેજ, નંદભુમિ વિગેરેના પ્રણેતાના ધનજીકાકા, નિલેશભાઇ ઝાલાવડીયા તેમજ મનુભાઇ વાછાણીના હસ્તે તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પુર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મંત્રી વિક્રમ પુજારા, કોર્પોરેટર રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, વોર્ડ પ્રમુખ જયસુખ કાથરોટીયા, મહામંત્રી કમલેશભાઇ શર્મા તેમજ યુવા મોરચાના મંત્રી કુલદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ડામર કાર્પેટ કરવાનાના કામનું ખાતમુર્હુત કરવામાં આવેલ.

આ પ્રસંગે જગદીશભાઇ પટેલ, જાગૃતિબેન ભાણવડીયા, જીતુભાઇ કાટોળીયા, રાજુ વાઢેર, હિરેન સાપરીયા, સંજય ભાલોડીયા, વિરેન ભટ્ટ, કમલેશ ડઢાણીયા, કુમારસિંહ જાડેજા, કરમશીભાઇ પનારા, પી.એમ. પટેલ, પ્રકાશભાઇ ગોેહેલ, દેવ ગજેરા, સતીષ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો તેમજ સોસાયટીના આગેવાનો અશ્વીનભાઇ ભુવા, ધર્મેશભાઇ, ચુનીલાલભાઇ, ફાલ્ગુનભાઇ, કેતનભાઇ, શામજીભાઇ મોહનભાઇ, ચંદુભાઇ મણવર, ભીખુભાઇ જાવીયા, ગોપાલભાઇ, વાલજીભાઇ, હરેશભાઇ મનોજભાઇ, રાજુભાઇ, વિજયભાઇ, જયેશભાઇ ભાટીયા, મનીશભાઇ, કંચનબેન વાછાણી, શારદાબેન, હંસાબેન ભીમાણી, ચંદ્રીકાબેન, પ્રભાબેન, ઉર્મીલાબેન, મીનાબેન, જયોત્સનાબેન,  અમુભાઇ સહિતના ઉપસ્થિત રહયા હતા. (૪૦.૧૧)

(4:01 pm IST)