Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ખેડૂતો માટે ખેતરમાં સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરવાની સરકારની યોજના

ખેડૂતો પોતાના વપરાશ સિવાઇની વધારાની વીજળી સરકારને વેચી શકશેઃ સાંજે મહત્વની જાહેરાત

રાજકોટ તા. ૨૩ : ગુજરાત સરકાર દ્વારા સોલાર સિસ્ટમ આધારિત ખેડૂતલક્ષી  યોજના બનાવવામાં આવી છે. આજે સાંજે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી આ યોજનાથી જાહેરાત કરનાર છે.

 

ખેડૂતો ખેતરમાં સોલાર સિસ્ટમ ગોઠવી સૂયા આધારિત વીજળી ઉત્પન્ન કરી શકે તે માટે સરકાર પ્રોત્સાહન આપશે. તે માટે સરકાર પ્રોત્સાહન આપશે. ખેડૂતો પોતાને ઉપયોગી વીજળી વાપર્યા બાદ ઈચ્છે ત્યાં વધારાની વીજળી સરકારને વેંચી શકશે. ખેડૂતને ઘર આંગણે વીજળી મળવાની સાથે કમાવવાની પણ તક મળશે. કૃષિ માટે અપૂરતી અને અનિયમિત વીજળી મળવાની ફરિયાદો નિવારી શકાશે. સૂર્ય આધારીત વીજળી ઉત્પન્ન થવાથી સરકારનું વીજળી પુરી પાડવાનું કામ હળવુ થશે. 'સ્કાય' તરીકે ઓળખાનાર  આ યોજના સમગ્ર દેશમાં મોડેલ બનવાની સરકારને આશા છે.

(3:57 pm IST)