Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ તરીકે હાર્દિપ પરમારની નિમણુંકઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ  શહેર કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગના પ્રમુખ તરીકે શ્રી હાર્દિપ ખોડાભાઈ પરમારની વરણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે.  રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપૂત, કોંગ્રેસ સેવાદળના મુખ્‍ય સંગઠક રણજીતભાઈ મુંધવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ કોંગ્રેસ મહામંત્રી મૌલેશ મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય ડો.રાજેશભાઈ ત્રિવેદી, સહિતના નેતાઓ દ્વારા નિમણુંકપત્ર આપી વરણીને આવકારવામાં આવેલ ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન કેપ્‍ટન અજયસિંઘ યાદવ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન શ્રી ઘનશ્‍યામભાઈ ગઢવી શુભેચ્‍છા પાઠવાઈ હતી.
આ તકે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજપૂત, કોંગ્રેસ સેવાદળના મુખ્‍ય સંગઠક રણજીતભાઈ મુંધવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ યુથ કોંગ્રેસ મહામંત્રી મૌલેશ મકવાણા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય ડો.રાજેશભાઈ ત્રિવેદી,  સહિતના કોંગ્રેસ પરિવારના આગેવાનો કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા અને શ્રી હાર્દિપ પરમારની નિમણુંકને આવકારી હતી

 

(4:11 pm IST)