Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મતદાર તરીકે નામ નોંધાવવામાં બાકી રહી ગયા હોય તેને ફરી તક મળશે

ચૂંટણીનું વર્ષ હોવાથી વર્ષમાં બીજી વખત મતદાર યાદી સુધારણા :ચૂંટણી પંચ દ્વારા ટુંક સમયમાં મત મશીનોની પ્રથમ તબક્કાની ચકાસણી થશે

રાજકોટ તા. ર૩ : ગુજરાતમાં આગામી ૬ મહિનામાં આવી રહેલી ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે. સામાન્‍ય રીતે વર્ષમાં એક વખત મતદાર યાદી સુધારણા અભિયાન આવતુ હોય છે. પરંતુ આ વખતે ચૂંટણીને અનુલક્ષીને ચાલુ વર્ષમાં બીજી વખત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવી રહ્યો છે તે સમયે પાત્રતા ધરાવતા નાગરિક મતદાન મથક પર જઇને મતદાર તરીકેનું પોતાનું નામ ઉમેરાવી શકશે કે સુધારણા કરાવવાની હશે તો કરાવી શકશે. સઘળો કાર્યક્રમ કેન્‍દ્રીય ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ પંચના ગુજરાત એકમ દ્વારા જાહેર થશે.
ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો નથી પણ ઓગષ્‍ટ આસપાસ મતદાર યાદી સુધારણા અભિયાન આવે તેવી શકયતા છે. તા. ૧ જાન્‍યુઆરી ર૦રરના રોજ ૧૮ વર્ષ પુરા થઇ ગયા હોય તેને મતદાર બનવાની તક મળશે. ચૂંટણી પંચ દ્વારા હાલ ઇ.વી.એમ. એકત્ર કરવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં ઇ.વી.એમ.નું ફર્સ્‍ટ લેવલ ચેકીંગ શરૂ થશે.

 

(4:10 pm IST)