Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

સમસ્‍ત સોની સમાજ મહાસંઘ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટ સંપન્‍નઃ અમદાવાદની ટીમ ચેમ્‍પિયન

રાજકોટઃ સમસ્‍ત સોની સમાજ મહાસંઘ રાજકોટ દ્વારા ઓપન ગુજરાત રાત્રીપ્રકાશ ટેનિસ ટુર્નામેન્‍ટનું સમાપન થયુ છે. જેમાં ૩૨ ટીમોને ભાગ લીધો હતો. ફાઇનલ જીતેલી અમદાવાદની ટીમને જે.એન.ગોલ્‍ડ ચેમ્‍પિયન ટ્રોફી અને રાજકોટની ટીમને રનર્સ અપ ટ્રોફી, એનાયત કરી હતી. સાથે રોકડ પુરસ્‍કાર અને ભેટ આપવામાં આવી હતી.

આ ક્રિકેટ મેચ ટુર્નામેન્‍ટની પૂર્ણાહુતિ પ્રસંગે પૂ. પુરૂષોેત્તમ લાલજી મહારાજ, શ્રી વજુભાઇ વાળા (પૂર્વ રાજયપાલ), રામભાઇ મોકરીયા (રાજયસભા સાંસદ) મોહનભાઇ કુંડારીયા, ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, ડો. પ્રદિપભાઇ ડવ (મેયરશ્રી), સુરેન્‍દ્રસિંહ વાળા, વિનુભાઇ ઘવા, કશ્‍યપભાઇ શુકલ, અતુલભાઇ પંડિત, દેવાંગભાઇ માંકડ, નીલેશભાઇ જલુ, હરેશભાઇ જોશી (કાર્યાલય મંત્રી), વર્ષાબેન રાણપરા, લલીતભાઇ વાડોલીયા, ઉમેશભાઇ ધામેચા, મનોજભાઇ ગરૈયા, જયભાઇ શાહ, નીખીલભાઇ રાઠોડ તથા મવડી પ્‍લોટ એસોસિએશન તથા સોની બજારના પેલેસરોડના સોની વેપારી ભાઇઓ હાજર રહ્યા હતા.

આ ટુર્નામેન્‍ટને સફળ બનાવવા માટે અરવિંદભાઇ પાટડીયા, અરવિંદભાઇ રાણીંગા, કાંતિભાઇ ધકાણ, વિશાલભાઇ માંડલીયા, કેતનભાઇ પાટડીયા, રાજુભાઇ લોઠીયા, શૈલેષભાઇ પાટડીયા,  રવિકાંતભાઇ વાગડિયા, રવિભાઇ પાલા, વિરેનભાઇ બારભાયા, દેવાંશ પટ્ટણી, જીજ્ઞેશભાઇ વાગડિયા, બાબાલાલભાઇ ફીચડીઆ, જયંવંતભાઇ પાટડીયા, સંજયભાઇ માંડવીયા, યશભાઇ આખેણીયા, મેહુલભાઇ ભગત, મીલનભાઇ પારેખ વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

(4:04 pm IST)