Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રિક્ષા અને બે બાઇક ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-૧ ટીમઃ અનિલ પકડાયો

મઢી પાસેથી રિક્ષા ઉઠાવી હતી અને આજીડેમ ચોડીએથી બે બાઇકની ચોરી કરી'તીઃ પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૩: લાતી પ્‍લોટ-૧૦માં રહેતાં અનિલ ધીરૂભાઇ રાજાણી (કોળી) (ઉ.૨૩) નામના શખ્‍સને એલસીબી ઝોન-૧ની ટીમે પકડી લઇ એક રિક્ષા ચોરી અને બે બાઇકની ચોરીના ભેદ ઉકેલ્‍યા છે.

બાતમીને આધારે અનિલને સકંજામાં લઇ પુછતાછ કરવામાં આવતાં તેણે ચારેક દિવસ પહેલા હનુમાન મઢી પાસેથી રિક્ષા ચોરી લાતી પ્‍લોટ-૧૦માં રાખી હોવાની કબુલાત આપી હતી. આ રિક્ષા પોલીસે કબ્‍જે કર્યા બાદ વિશેષ પુછતાછ કરવામાં આવતાં તેણે આજીડેમ ચોકડીએથી દસ દિવસ પહેલ બે બાઇકની પણ ચોરી કરી હોવાનું કબુલતાં ૨૫ તથા ૨૦ હજારના આ બે બાઇક જીજે૦૩એફઇ-૩૫૦૭ અને જીજે૦૩સીએન-૭૦૫૯ પણ કબ્‍જે કર્યા છે. અગાઉ પણ આ શખ્‍સ ચાર વાહનચોરીના ગુનામાં પકડાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, સામતભાઇ ગઢવી, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. જીતુભા ઝાલા, દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજાની ટીમે આ કામગીરી કરી હતી.

(4:04 pm IST)